યુવકની લાશ સળગાવવા પમ્પેથી પેટ્રોલ લઇ ગૂગલ-પેથી પૈસા ચૂકવતા ભેદ ખુલ્યો
આરોપીબંધુએ સગીરને રૂપિયા 20 હજારની લાલચ આપી હત્યા કરવા સમજાવી લીધો હતો
શહેરના સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા વિપુલ વશરામભાઇ કિયાડા (ઉ.વ.33)એ આપેલા રૂ.8 લાખની ઉધરાણીના પ્રશ્ને નાણાં પરત આપવા ન પડે તે માટે આરોપીબંધુએ બુધવારની રાત્રે કોઠારિયા નજીક સ્વાતિ સોસાયટી પાસેના અવાવરૂ સ્થળે યુવકને લઇ જઇ હત્યા કરી લાશને સળગાવી નાખી આરોપીઓ નાસી ગયા હતા.બનાવને પગલે ક્રાઇમબ્રાંચ સહિતની પોલીસની અલગ-અલગ ટીમો બનાવી હત્યામાં મેહુલ ઉર્ફે હકો હિન્દુભાઇ વકાતર અને તેનો માેટો ભાઇ વિરમ ઉર્ફે શામળ વકાતર અને એક સગીરની અટકાયત કરી તેની આકરી પૂછતાછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.