દિવાળી ઉલ્લાસ ભર્યું ગીત; પ્રગટાવો દીવડા ચારેકોર અમે તો ઝળહળવાનાં રે ... - At This Time

દિવાળી ઉલ્લાસ ભર્યું ગીત; પ્રગટાવો દીવડા ચારેકોર અમે તો ઝળહળવાનાં રે …


દિવાળી ઉલ્લાસ ભર્યું ગીત;
પ્રગટાવો દીવડા ચારેકોર અમે તો ઝળહળવાનાં રે ...
દિવાળી આવે પાછી જાય અમે તો ઝળહળવાનાં રે...

અંધારા આતમના તોડોને પ્રગટાવો અંદરની જ્યોતિ
ધરમાં છે ગોકુલ મથુરા ,વ્હાલાની મુરત મનમાં મોટી
છે આંગણ ચંપો ચમેલી કેળ અમે તો મઘમઘવાનાં રે
કોડીયે પૂરજો ચોખ્ખા ઘી અમે તો ઝળહળવાના રે ...

સેંથે ભરિયા છે સિંદુર, ભાલે ટીલડી રાતી ચોળ
પગમાં ઝાંઝરનો ઝંકાર, હાથે બંગળિયુંનાં બોલ
છે માથે પરણ્યા કેરા નેહ અમે તો શરમાવાનાં રે
મેડીએ ચંદરવો બંધાવો ,અમે તો ઝળહળવાનાં રે.

પ્રગટાવો દીવડા ચારેકોર અમે તો ઝળહળવાનાં રે ...
દિવાળી આવે પાછી જાય અમે તો ઝળહળવાનાં રે...
રેખા પટેલ (વિનોદીની)

9426555756


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.