વિશ્વ સાયકલ દિવસ : બાળપણની ઘણી યાદો સાયકલ સાથે સંકળાયેલી
આર્થિક, આરોગ્ય તેમજ પર્યાવરણની દ્રષ્ટિએ તમામ રીતે ઉપયોગી તથા સરળ વાહન સાયકલ
(માહિતી બ્યુરો, બોટાદ)
એવું દ્વિચક્રીય વાહન જે તમને આર્થિક, આરોગ્ય તેમજ પર્યાવરણની દ્રષ્ટિએ તમામ રીતે ઉપયોગી, સરળ અને પરવડે તેવું એટલે સાયકલ... બાળપણની ઘણી યાદો સાયકલ સાથે સંકળાયેલી છે, શાળાએ આવવા-જવા માટે આપણાંમાંથી મોટા ભાગના લોકો સાયકલનો જ તો ઉપયોગ કરતા..ખરૂંને? પરંતુ હવે ફરી સમય આવ્યો છે એ સાયકલ તરફ પાછા ફરવાનો.
દર વર્ષે 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ મનાવવા આવે છે. 2018માં આ દિવસ પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની શરૂઆત ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. સાયકલ સસ્તુ વાહન છે. તેના ઘણા ફાયદા છે. તેમાં પેટ્રોલની જરૂર રહેતી નથી. જેથી આર્થિક અને પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ છે. સાયકલ ચલાવવાથી શરીરને પણ ઘણા ફાયદા થાય છે. સાઇકલ ચલાવવાથી ઇમ્યુનિટી વધે છે અને શરીર ફિટ રહે છે. સાઇકલ ચલાવવાથી શરીરના મોટાભાગના તમામ અંગોને કસરત મળે છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને ભાવિ પેઢી માટે તંદુરસ્ત વાતાવરણના નિર્માણ માટે સાયકલ નાની પરંતુ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.