એટ ધીસ ટાઇમ ન્યુઝ બોટાદ બ્રાન્ચ ઇન્ચાર્જ હર્ષદભાઈ ચૌહાણે શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠની શુભેચ્છા મુલાકાત લીધી
બોટાદ શહેરમાં તરઘરા પાસે આવેલ શૈક્ષણિક સંસ્થા શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠની હર્ષદ ભાઈ ચૌહાણે શુભેચ્છા મુલાકાત લીધી હતી. શ્રી વિસામણ બાપુની જગ્યા સંચાલિત આ સંસ્થા 21 એપ્રિલ 2024 ના રોજ મુક્તાનંદજી બાપુ ( અખિલ ભારતીય સાધુ સમાજ અધ્યક્ષ) ના વરદ હસ્તક કરવામાં આવી હતી. હાલ અત્યારે આ સંસ્થાના પ્રેરક અને માર્ગદર્શક ભયલું બાપુ છે. અને ડાયરેક્ટર અને સહ સંચાલક તરીકે સંજય ભાઈ પટેલ સંભાળી રહ્યા છે. સંજયભાઈ પોતાના સ્ટાફ તેમજ બાળકોને એકદમ સહજતાથી સમજણ, સંસ્કાર આપી રહ્યા છે. આ સંસ્થા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા જરૂરિયાતમંદ બાળકોને પ્રથમ અગ્રમતા સાથે શિક્ષણ આપી રહી છે. આ સંસ્થામાં બાલવિભાગ, પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચ માધ્યમિક વિભાગ ચાલી રહ્યા છે. તેમજ આ સંસ્થામાં ડેમો લેક્ચર પણ આપવામાં આવી રહ્યા છે અને ફી માફી સ્કોલરશીપ યોજના પણ આપવામાં આવે છે. આ સંસ્થાનું ધોરણ 10 નું 2024 નું શાળાનું પરિણામ 92.31 % હતું. તેમજ આ સંસ્થામાં ઇંગ્લીશ મીડીયમનો પણ વિભાગ છે. તેમજ બોયઝ માટે હોસ્ટેલ સુવિધા અને ગર્લ્સ માટે અલગ ક્લાસની સુવિધા ઉપલબ્ધ છે તેમજ એસી ક્લાસરૂમ છે. અને JEE NEET GUJCET ની તૈયારી પણ કરાવવામાં આવે છે. વધુમાં સંજયભાઈએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શિક્ષણ બાદ આગળનું માર્ગદર્શન નથી મળતું જેના કારણે વિદ્યાર્થીનું કેરિયર બરબાદ થતું હોય છે ત્યારે અમે અમારી સંસ્થામાં વિદ્યાર્થીના શિક્ષણ બાદ અને વિદ્યાર્થીના શિક્ષણ પહેલા તમામ બાળકોને જણાવીએ છીએ કે શિક્ષણનું મહત્વ શું છે અને આ શિક્ષણ લઈ તમારા જીવનમાં શું તમે કરી શકો છો, જેવી વિવિધ ચર્ચાઓ સાથે સંજયભાઈ પટેલ સાથે મુલાકાત કરી હર્ષદભાઈ ચૌહાણે શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ વધુમાં વધુ તરક્કી કરે અને ગુજરાત તેમજ દેશમાં અહીં ભણેલ વિદ્યાર્થીઓ પોતાનું, વાલીઓનું અને આ સંસ્થાનું નામ રોશન કરે તેવી અભ્યર્થના પાઠવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.