ગૌચર જમીનના લીલાબાવળનો સરપંચ પતિએ વેપાર કરી નાખ્યો - At This Time

ગૌચર જમીનના લીલાબાવળનો સરપંચ પતિએ વેપાર કરી નાખ્યો


ગાંધીનગર તાલુકાના ડભોડામાં ગૌચરની જમીનમાંથી ૨૩ જેટલા લીલા ઝાડ કાપી નાખવાની ઘટના સામે આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે મહિલા સરપંચના પતિએ બારોબાર ૨૩ લીલા બાવળ ૨. ૫૭ લાખમાં વેચી માર્યા હતા. જેને લઈને ગામના તલાટી દ્વારા પંચનામા સાથે ગાંધીનગર મામલતદારને ફરિયાદ કરી કાર્યવાહી કરવા માટે વિનંતી કરાઈ છે. જેને પગલે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચે તેવી શક્યતાઓ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.