છાંયા ન્યુ ઘેડીયા કોળી સમાજ ખાતે ઉનાના પુર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ - At This Time

છાંયા ન્યુ ઘેડીયા કોળી સમાજ ખાતે ઉનાના પુર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ


સમાજ ઉત્કર્ષના સર્વાંગી વિકાસ માટેની બેઠકમાં યુવાનોને આદર્શ આપો, ટીકા નહિ : પુર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ

ગોસા(ઘેડ):તા.૧૫/૧૨/૨૦૨૪ પોરબંદર સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને સેવા કીય પ્રવૃર્તિ માં સમગ્ર જિલ્લા માં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદર ના શ્રી છાંયા પ્લોટ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ સામે આવેલી નવ નિર્મિત શ્રી ઘેડીયા કોળી સમાજની વંડી ખાતે ધારા સભ્યો નું આગમન થરા સમાજ ઉત્કર્ષ અંગે બેઠક મળી હતી પોરબંદર ઘેડીયા કોળી જ્ઞાતિ સેવા સમાજ ટ્રસ્ટ ના સેવા કર્મી પ્રમુખ શ્રી દેવાયત ભાઈ ઠેબા ભાઈ વાઢિયા ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી
પ્રારંભ માં ન્યૂ ઘેડીયા કોળી સમાજ વંડીના ઉપ પ્રમુખ શ્રી લાખા ભાઈ મોકરીયા તથા મંત્રી શ્રી વિરમભાઈ મોકરીયા એ મહાનુભાવો ને આવકાર્યા હતા આ બેઠક માં પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળ તથા ઘેડ પંથકના યુવા પ્રમુખ શ્રી રામભાઈ બગીયા, નિવૃત પી . આઈ વર્ગ -2 ના અધિકારી શ્રી રામભાઈ વાજા, પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન અને કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા, છાંયા પ્લોટ કોળી યુવા સમાજ ના પ્રમુખ શ્રી અરજન ભાઈ આંત્રોલીયા, રાવલ કોળી સમાજ ના અગ્રણી શ્રી રામદેવ ભાઈ કાગડિયા, સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂ ઘેડીયા કોળી સમાજ વાડીના પ્રમુખ શ્રી દેવાયત ભાઈ વાઢિયા એ આ વંડી માં ચાલતા વિદ્યાર્થીઓ લક્ષી કારકિર્દી માર્ગદર્શન સ્પર્ધાત્મક પરીક્ષા ના વર્ગો પ્રતિભા વંત વિદ્યાર્થીઓ ના સન્માન તેમજ કોળી સમાજ ની ગઈકાલ આજ અને આવતીકાલ ની સમાજ ઉત્કર્ષની વિકા સ ગાથા પ્રસ્તુત કરી હતી આ બેઠક ને સંબોધન કરતા ઉના વિસ્તાર ના પૂર્વ ધારા સભ્ય પૂજા ભાઈ વંશ એ જણાવ્યું હતું, હવે યુવાનોને આદર્શ આપો, ટીકા નહિ ગૂજરાત ના દરિયાઈ પટ્ટી પર વસતા કોળી સમાજ માં વ્યસનો નું પ્રમાણ ખૂબ છે ત્યારે આપણી યુવા પેઢી માઁ વ્યશનો ના કારણે અકાળે મૃત્યુ પામતા વિધવા યુવતીઓ મુશ્કેલી નો સામનો કરે છે ત્યારે શિક્ષિત યુવાનો આ વ્યશન મુક્તિ અભિયાન ચલાવવા આહવાન કરી પેટા જ્ઞાતિ માં વહેંચચા યેલ કોળીસમાજને સંગઠિત કરી શિક્ષણ ક્ષેત્રે આગળ લાવી સમૃદ્ધ સમાજ નું નિર્માણ કરવા સંકલ્પ બદ્ધ બનવાની શીખ આપી હતી આ પ્રસંગે ભાવનગર ના પાલીતાણાના ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ એ જણાવ્યું હતુંકે દીકરા -દીકરીઓને પણ શિક્ષણ આપી બંને વચ્ચેનો ભેદ હજુ લોકોના દિલમાં જતો નથી તેને મિટાવી આવનારી પેઢીને તેના દુષ્પારિણામો ભોગવવા ન પડે તેમાં તે દીકરી–દીકરાને સમાન શિક્ષિત–દીક્ષિત કરવા અનુરોધ કર્યોં હતો. પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ રામભાઈ બગીયાએ જણાવેલ કે સમગ્ર ભારતમાં ૨૧ કરોડ અને રાજ્યમાં ૨૮ ટકા વસ્તી ધરાવતો કોળીસમજ પેટા જ્ઞાતિમાં વહેંચયેલો છે ,ત્યારે સમાજને એક તાંતણે બાંધી સંગઠિત કરી સમાજના ઉત્કર્ષ માટે ગૂજરાતના રાજ્ય કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ રાજુભાઈ વંશના નેતૃત્વમાં ૩૩ જિલ્લામાં જિલ્લા–તાલુકા કર્મચારી મંડળની રચના કરી છે, મંડળ નો મૂળ ઉદેશ્ય સામાજિક,શૈક્ષણિક, આધ્યાત્મિક, અને સેવા ક્ષેત્રે વિકાસ કરવા વિદ્યાર્થીઓ લક્ષી કાર્યક્રમો હાથ ધારવાનો છે આ માટે રોડ મેપ તૈયાર થયો છે.
આ પ્રસંગે પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન અને કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડાએ જણાવ્યું હતું કે, જેમની પાસે અઢળક સંપતી હોઈ એજ માત્ર દુનિયા પર રાજ કરી શકે એ જમાનો હવે ભૂતકાળ બની ગયો છે આજે આધુનિક ટેક્નોલોજી ના ઝડપી વિકાસ થી ચિત્ર હવે બદલાયું ગયુ છે તેથી હવે સંપતી નહિ જ્ઞાનની જરૂર છે જ્ઞાન નહિ હોય તો એ વ્યક્તિ પશુ સમાન ગણાશે તેથી દુનિયા પર હવે રાજકારવા માટે સઁપતી નહિ પણ જ્ઞાનની જરૂર પડશે
આ તકે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશ, પાલીતાણા ના ધારાસભ્ય પ્રવીણ ભાઈ રાઠોડ, ઉના નાપૂર્વ તાલુકા પ્રમુખ શ્રી રામભાઈ ડાભી નું ઉસ્મા વસ્ત્ર સાથે પુષ્પ માલા પહેરાવી નિવૃત પી આઈ વર્ગ -૨ના અધિકારી રામભાઈ વાજા ના હસ્તે સન્માન કરવામાં આવેલ હતું.છાંયા પ્લોટ ના કોળી યુવા મંડળના પ્રમુખ
અરજનભાઈ આંત્રોલીયા એ બેઠકનું સંચાલન સંભાળ્યું હતું. જયારે આભાર વિધિ ફોજી પ્રફુલ ભાઈ બગીયાએ કરી હતી.આ બેઠકમાં કોળી સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર:-વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.