કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સીધી સૂચના હેઠળ ગીરગઢડાના કંસરિયા ગામે ૨૫ લાખનો ગેરકાયદેસર ખનીજનો મુદ્દામાલ જપ્ત*
*કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સીધી સૂચના હેઠળ ગીરગઢડાના કંસરિયા ગામે ૨૫ લાખનો ગેરકાયદેસર ખનીજનો મુદ્દામાલ જપ્ત*
-----------------------------------------
ગીર સોમનાથ,૨૯ સપ્ટે.: જિલ્લા કલેક્ટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ મામલતદાર,ગીર ગઢડા દ્વારા કંસારીયા ગામે ભલગારીયા તરીકે ઓળખાતા વિસ્તારમાં રેડ કરતા ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર, જેસીબી મશીન વડે ખોદકામ કરી ટ્રેક્ટર મારફત હાર્ડ મોરમ વહન કરતા કુલ ૦૨(બે) ભરેલા અને ૦૧(એક) ખાલી ટ્રેક્ટર તેમજ ૦૧(એક) જેસીબી મશીન સહિત ૨૫ લાખનો મુદ્દામાલ સ્થળેથી જપ્ત કરવામાં આવેલ હતો.
આ ખોદકામની કામગીરી મસરીભાઈ ભાયાભાઈ બાંભણીયા રહે.ઘાટવડના કહેવાથી શ્રી હસમુખભાઈ ભીમજીભાઇ ખુંટ રહે.જામવાળા દ્વારા કરવામાં આવતી હોવાનુ તથા આ પ્રવૃત્તિ છેલ્લા ત્રણ- ચાર દિવસથી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાહેર થયેલ હતું. તેમજ અંદાજે કુલ ૯૪૧ ટન જેટલી હાર્ડ મોરમની ખનિજ ચોરી કરેલ હોવાનું તપાસમાં જણાયેલ હતું.
આ તમામ ટેકટર તથા જેસીબી જપ્ત કરી,તમામ ખનિજ ચોરી કરતા ઈશમો વિરૂદ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેંશન ઓફ ઈલીંગલ માઈનિંગ એન્ડ સ્ટોરેજ ટ્રાન્સપોર્ટેશન) રુલ્સ -૨૦૧૭ મુજબ ગેરકાયદેસર ખનિજ ચોરી અંગે આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.