દારૂ પી પત્ની સાથે માથાકુટ કર્યા બાદ પરપ્રાંતીય યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું - At This Time

દારૂ પી પત્ની સાથે માથાકુટ કર્યા બાદ પરપ્રાંતીય યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


150 ફુટ રીંગ રોડ પર આંબેડકર નગરમાં રહેતા પરપ્રાંતીય નનકાભાઈ શિરરીભાઈ સરોજ (ઉ.35) આજે વ્હેલી સવારે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટુંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણ થતા માલવીયાનગર પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી પરીવારની પૂછપરછ આદરી હતી. વધુમાં મળેલ વિગત અનુસાર, મૃતક નનકાભાઈ દારૂ પીવાની ટેવ ધરાવે છે અને અવારનવાર દારૂ પી માથાકૂટ કરતો હોય આજે સવારે પણ દંપતીને ઝઘડો થયા બાદ દારૂ પીધેલી હાલતમાં અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક મજુરીકામ કરતા તેમજ ચાર ભાઈ બહેનમાં મોટો અને સંતાનમાં બે પુત્ર બે પુત્રી છે બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.