સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUIની સૂત્રોચ્ચાર સાથે સિક્યુરિટી એજન્સીનો કોન્ટ્રાકટ રદ કરવા માગ, રજિસ્ટ્રારે પગલાં લેવાની ખાતરી આપી
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવતિની જાહેર છેડતી થયાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈ હજુ સુધી પોલીસ ફરિયાદ નહીં નોંધાવવામાં આવતા NSUIના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાય હાય સહિતના નારા લગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમજ સિક્યુરિટી એજન્સીનો કોન્ટ્રાકટ રદ્દ કરવાની માગ કરી હતી. આ સાથે વિદ્યાર્થી પાસેથી લેવામાં આવતી ડેવલપમેન્ટ ફી દ્વારા તાયફાઓ થતા હોવાનો આરોપ લગાવી આ ફી રદ્દ કરવાની માગ કરી હતી. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર હરેશ રૂપારેલીયા દ્વારા ત્વરિત પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.