ગરબો, ગરબી અને રાસ/રાસડા શબ્દો નવરાત્રિ આવે એટલે ગૂંજતા થાય, પણ એનો6 અર્થ શો ને ક્યાંથી આવ્યા, કેવી રીતે શરૂ થયા તેના વિશે થોડું જાણીએ.
ગરબો, ગરબી અને રાસ/રાસડા શબ્દો નવરાત્રિ આવે એટલે ગૂંજતા થાય, પણ એનો અર્થ શો ને ક્યાંથી આવ્યા, કેવી રીતે શરૂ થયા તેના વિશે થોડું જાણીએ.
ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ "ગર્ભગૃહ" પરથી આવ્યો છે. ગરબો એટલે માટીની મટુકીના છિદ્રોમાંથી જાણે કે ચળાઈને આવતો અલૌકિક પ્રકાશ. એ પ્રગટાવીને ઉજવાતું પર્વ એટલે 'નવરાત્રિ’.
અર્થાત ‘’જેના ગર્ભમાં દીવો છે એવો ઘડો" એટલે કે "દીપગર્ભો ઘટ:" એના પરથી દીપગર્ભ પછી ગરભો અને અંતે ગરબો શબ્દ આવેલો મનાય છે.
એમ પણ મનાય છે કે આ ગરબાનું ઉત્પત્તિસ્થાન પ્રાચીન મંદિરોની અંદરના ભાગમાં એટલે કે ગર્ભગૃહમાં હતું, જ્યાં ગરબા પ્રજ્જ્વલિત રહેતા. મંદિરમાં અંદર છેક જવાનું જ્યાં ‘મા’ બિરાજમાન હોય.
મંડપમાં લટકતા પારદર્શક કાચના પ્યાલામાં અર્ધજલ ભરેલ હોય, જળ પર તેલ હોય ને એ તેલની સપાટી પર પ્રજ્જ્વલિત દીવા તરતા હોય.
ગરબાને માથા પર રાખીને થતું વર્તુલાકારે નર્તન એટલે ગરબો. ગરબા માં ૮ - ૧૦ યા તો ઘણી કન્યાઓ ભેગી થઈ મસ્તક પર પ્રજ્જ્વલિત ગરબો રાખી ગોળાકારે ઘૂમી માતાજીના ગીત, ગરબા ગાય છે. પ્રાચીન સંસ્કૃતિ અનુસાર ચોળી-ચણિયામાં સુશોભિત કન્યાઓના ગરબા જોવાનો લ્હાવો અનેરો હોય છે.
- સદીઓ પૂર્વેના ગ્રંથ હરિવંશમાં કૃષ્ણને રાસેશ્વર કહેવાયા છે. સ્ત્રી પુરુષ સાથે હાથમાં દાંડિયા લઈ રમે તે રાસ. તાળી સાથે સ્ત્રીઓ રમે તે ગરબો અને પુરૂષો રમે તે ગરબી.
હવેલી સંગીતના ગીતો રાસડા કહેવાય છે. જેના રચયિતા કવિ વલ્લભ મેવાડા. તો ભાવપ્રકાશ નામના અતિ પ્રાચિન ગ્રંથમાં રાસ ના ૩ પ્રકાર વર્ણવ્યા છે. તાલરાસક એટલે તાળી રાસ, દંડ રાસક એટલે દાંડિયા રાસ ને લતા રાસક એટલે સ્ત્રી પુરુષ નું યુગલ પરસ્પર ગૂંથાઈને જેમ લતા વૃક્ષ ફરતી વીંટળાઈ જાય તેમ સમરસ બની રમે તેવો રાસ!
તો કવિ દયારામે રચી તે ગરબી જે પુરુષો લે છે.
ઘણા સમય પહેલાં નવરાત્રિ ના ૯ દિવસ કન્યાઓ માથે ગરબો લઈ ઘેર ઘેર જતી ને ગીતો ગાતી.
ગડબડિયા મેલાવો ગરબે જાળિયા મેલાવો રે...
કિયા ભાઈની ગોરી તમે ગરબે રમવા આવો રે..!
એક દડો બાઈ બીજો દડો ને ત્રીજે ચોથે ચાલજો
અમારી આઈના ઉદગમ ભાઈ
તમે એક વહુએ ચાલજો...!
આઠ દિવસ ગીત ગાય ને લોકો તેલ પુરાવે ને નવમા દિવસે શીખ (પૈસા) આપે.
આજે તો સ્ટેજ શોમાં ફેરવાઈ ગયેલા ગરબાઓ ગલીગલીમાં ધોળાઈ ગયા ને ખોળિયું બદલતા ગયા. મહાડ, કાફી, પીલુ, ધનાશ્રી, કાલિંગડો, સારંગ વ. રાગ અને ખમટો, કેરવો કે દિપચંદ તાલમાં ગવાતો ગરબો લેસર સિન્થેસાઈઝરના ડ્રમ-બીટ્સના ડિજિટલ ફ્યુઝનમાં ફેરવાઈ ગયો છે. પણ સદભાગ્યે "સાપ ગયા પણ લીસોટા નથી ગયા".
લોકો પર્વને ગરબો પ્રજ્જ્વલિત રાખવાનું સદ્કર્મ યથાશક્તિ ને યથાબુદ્ધિ ગરબે રમી - ગાઈને ઊજવે છે ખરા.
અંતે રોજ ગરબે ગરબી ઘૂમી ને આવી ને થાક ઉતારતા ખેલૈયાઓ ને એક વિનંતી કે
શ્રી ભાણદાસ રચિત "ગગન મંડળ ગુણ ગરબી રે" ગરબો ક્યારેક ચાંદાના અજવાળે વાંચજો કે સાંભળજો કે જેમાં પૃથ્વી એ કોડિયું છે, સમુદ્રરૂપી તેલ છે, પર્વતરૂપી વાટ અને
સૂર્યરૂપી દીવો છે, શેષનાગ
ઇંઢોંણી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.