તારો સામા જવાબ દેવાનો એટીટ્યુડ કાઢી નાંખજે’ કહીં યુવાનને મારમારી હડધૂત કર્યો
માધાપરમાં આવેલ SMFG ગ્રામ શક્તિ ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતાં યુવાનને તારો સામા જવાબ દેવાનો એટીટ્યુડ કાઢી નાંખજે’ કહીં મારમારી હડધૂત કરતાં ગાંધીગ્રામ પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે ભગતસિંહ ગાર્ડન પાસે આવાસ ક્વાર્ટરમાં રહેતાં નીલેશભાઇ વાલજીભાઇ રાઠોડ (ઉ.વ.32) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે યુવરાજસિંહ જાડેજા (MFG GRAMSHAKTI) ફાયનાન્સ કંપનીના સુપરવાઈઝરનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ SMFG ગ્રામ શક્તિ ફાયનાન્સ કંપની જે માધાપર ગામ આવેલ છે, તેમાં લોન ઓફીસર તરીકે એકાદ વર્ષથી નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઈકાલે સવારના સાડા નવ વાગ્યે તે ઓફીસ પર હતો ત્યારે ફાઈનાન્સ કંપનીમાં કામ કરતા સુપરવાઇઝર અધીકારી યુવરાજસિંહ જાડેજા કહેવા લાગેલ કે, તુ ફીલ્ડમાં કેમ જાતો નથી અને ફીલ્ડમાં જાય તો પાછો સાંજ સુધી આવતો નથી અને તારો સામા જવાબ દેવાનો એટીટ્યુડ કાઢી નાખજે તેમ કહી ગાળો આપવા લાગેલ અને કહેવા લાગેલ કે, તમે રાઠોડ એટલે કઈ જાતિના છો કહીં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ફડાકા મારવા લાગેલ હતો.
તેમજ આરોપીએ બોચી પકડી કહેલ કે, આજે તો તને મારી જ નાખવો છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
