હવે ભોપાલમાં પણ નેશનલ હેરાલ્ડની પ્રોપર્ટી સીલ કરાશે: ભૂપેન્દ્ર સિંહનો દાવો
નવી દિલ્હી, તા. 04 ઓગસ્ટ 2022 ગુરુવારનેશનલ હેરાલ્ડ મામલે કોંગ્રેસની મુશ્કેલી ખૂબ વધી ગઈ છે. જે કેસ પહેલા માત્ર ગાંધી પરિવાર સુધી સીમિત હતો હવે તેના ઘણા નવા પાસા સામે આવી રહ્યા છે. બુધવારે ઈડીએ મોટી કાર્યવાહી કરતા નેશનલ હેરાલ્ડ બિલ્ડિંગની અંદર હાજર યંગ ઈન્ડિયાની ઓફિસને સીલ કરી દીધી હતી.હવે ભોપાલમાં પણ નેશનલ હેરાલ્ડની વધુ એક ઓફિસ પર કાર્યવાહી થઈ શકે છે. શિવરાજ સરકારમાં મંત્રી ભૂપેન્દ્ર સિંહે આ મોટો દાવો કર્યો છે. ભોપાલ વાળા નેશનલ હેરાલ્ડ પર કેમ હોબાળો?ભૂપેન્દ્ર સિંહે કહ્યુ કે ભોપાલ સ્થિત નેશનલ હેરાલ્ડની પ્રોપર્ટીને સીલ કરવામાં આવશે. કોર્ટમાં કેસ હોવાના કારણે કાર્યવાહી થઈ શકી નહોતી. મંત્રીએ દાવો કર્યો કે નેશનલ હેરાલ્ડની ઓફિસમાં વિશાલ મેગા માર્ટ સહિત કેટલાય કોમર્શિયલ ઓફિસ કામ કરી રહ્યા છે. એવામાં નેશનલ હેરાલ્ડ બિલ્ડિંગનો જેણે પણ કોમર્શિયલ ઉપયોગ કર્યો છે. તેની તપાસ કરવામાં આવશે અને બાદમાં પ્રોપર્ટીને સીલ પણ કરવામાં આવી શકે છે. ભૂપેન્દ્ર સિંહે એ પણ જાણકારી આપી છે કે IAS સ્તરના કોઈ અધિકારી જ આ સમગ્ર કેસની એક મહિનાની અંદર તપાસ કરશે અને તેમને તેનો વિસ્તૃત રિપોર્ટ આપશે. મંત્રીએ સ્પષ્ટ કર્યુ કે કોંગ્રેસના નેતા હોય કે પછી BDAના કર્મચારી/અધિકારી, સૌના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નેશનલ હેરાલ્ડની ભોપાલવાળી ઓફિસનો 1981માં 1.14 એકર આકારનો પ્લોટ સરકારે સબસિડી દર પર આપ્યો હતો. આ પ્લોટ 30 વર્ષના લીઝ પર આપવામાં આવ્યો હતો અને ભોપાલ ડેવલપમેન્ટ ઓથોરિટી અનુસાર તે સમયે આ જમીનનુ મૂલ્ય લગભગ 1 લાખ રૂપિયા/એકર હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.