અસહ્ય ગરમી... અસાધારણ ઇનોવેશન:હવે એપ શહેરની ઠંડી જગ્યા બતાવે છે, તાપમાન ખતરનાક સ્તરે પહોંચતા જ વીમા રકમની ચુકવણી - At This Time

અસહ્ય ગરમી… અસાધારણ ઇનોવેશન:હવે એપ શહેરની ઠંડી જગ્યા બતાવે છે, તાપમાન ખતરનાક સ્તરે પહોંચતા જ વીમા રકમની ચુકવણી


સમગ્ર દુનિયાએ આ વર્ષે ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોયું. ભારત, અમેરિકાથી લઇને યુરોપિયન દેશો સુધી આ હાલત છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ, સહેલાણીઓ અથવા ચૂંટણી જેવા કામમાં કાર્યરત લોકોનાં મોત થયાં છે. હવે જ્યારે વધતી ગરમીને નજરઅંદાજ કરવી સંભવ નથી. વિશ્વભરમાં લોકો તેના ઉકેલ માટે ઇનોવેટિવ રસ્તા શોધી રહ્યા છે. મહત્ત્વપૂર્ણ એ છે કે તેના માટે ભારે ભરખમ ટેક્નોલોજીની જરૂર નથી. આ ઇનોવેશન વ્યાવહારિક છે અને પહેલાંથી કારગત નિવડ્યા છે, જાણો આવી ત્રણ પહેલ અંગે... ગરમીમાં કામ કરતા લોકોને 200 રૂપિયામાં વીમા સુરક્ષા
અમેરિકન ક્લાઇમેટ નિષ્ણાત કેથી મેકલિયોડે વીમાનો એવો પાઈલટ પ્રોગ્રામ રજૂ કર્યો છે, જે ખેડૂત તેમજ બહાર કામ કરતા લોકોને કવર પૂરું પાડે છે. ભારતમાં તેમણે મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રૂપની મદદથી આ પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેમાં તાપમાન જોખમી સ્તર પર પહોંચતા જ એલર્ટ મળે છે. અમદાવાદની હંસા આહિરને 40 ડિગ્રી તાપમાન પહોંચવા પર 400 અને 750 રૂપિયા મળ્યા. તેનાથી તેણે દવા ખરીદી અને હંસાએ રૂ.200નું પ્રીમિયમ ચૂકવ્યું હતું. કલર કોડથી હીટ રિસ્કની જાણ, મેપમાં ઠંડાં સ્થળ પણ દેખાય છે
ગ્રીસની રિમોટ-સેન્સિંગ ડેટા નિષ્ણાત ઇફિગેનિયા કેરામિટ્સોગ્લુએ એક્સટ્રીમા ગ્લોબલ એપ ડિઝાઇન કરી છે, જે યુઝર્સને ઠંડક મળે તે માટે રિયલ ટાઇમમાં જાણકારી આપે છે. એપમાં લોકેશન ઉમેરતા જ તે તાપમાન, હવાની ગુણવત્તા અને હીટ રિસ્કને કલર કોડેડ લેવલથી દર્શાવે છે. મેપ મારફતે પાર્ક, પૂલ, ફાઉન્ટેન અને લાઇબ્રેરી જેવી ઠંડી રહેતી જાહેર ઇમારતોની જાણકારી આપે છે. મેલબોર્નમાં એપ સાઇકલિસ્ટને છાંયડો હોય તેવા રસ્તાની જાણકારી આપે છે. પાણી તેમજ વેતન સાથે રજાના અધિકાર માટે સજાગ કરે છે
વૉશિંગ્ટનના સામાજિક કાર્યકર અને ખેડૂત એઢગર ફ્રેન્ક્સ ખેતમજૂરોના પરિવારોને તાપમાન, ખેતરમાં આગ જેવા ખતરાથી બચવા માટે મદદ કરે છે. ફ્રેન્ક્સે ખેત મજૂરોને સંગઠિત કર્યા જેથી તેઓ રાજ્ય સરકાર પર દબાણ નાખે, જેથી તેઓ મજૂરોની સુરક્ષા માટે નવા નિયમો લાગુ કરે. જ્યારે અમેરિકામાં તાપમાન 27 ડિગ્રી સુધી પહોંચી જાય છે ત્યારે ખેડૂતો છાંયડો, પાણી અને વેતન સાથે રજા માણી શકે છે. ગરમી પહેલાં જેવી રહી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.