ભાસ્કર વિશેષ:હવે સોસાયટીની અંદર જ ઑટોમેટેડ લૉકરની સુવિધા શરૂ, ઍપની મદદથી 24 કલાક ઓપરેટ કરી શકાશે, ઉચ્ચસ્તરીય સુરક્ષાથી સજ્જ - At This Time

ભાસ્કર વિશેષ:હવે સોસાયટીની અંદર જ ઑટોમેટેડ લૉકરની સુવિધા શરૂ, ઍપની મદદથી 24 કલાક ઓપરેટ કરી શકાશે, ઉચ્ચસ્તરીય સુરક્ષાથી સજ્જ


બેંગલુરુના વિજયકુમાર અરિસેટ્ટી કિંમતી ચીજોને સુરક્ષિત રાખવા માટે લૉકર માટે કરેલી મથામણોને ક્યારેય નથી ભૂલતા. મહિનાઓ રાહ જોયા બાદ તેમને બેન્કમાં લૉકર મળ્યું, જે ઘરથી ઘણું દૂર હતું અને નાનું પણ હતું. ત્યારે તેમને થયું કે લાખો લોકો આવા જ પડકારોનો સામનો કરી રહ્યા હશે. તેનાથી પ્રેરિત થઈને અરિસેટ્ટીએ ઑર્મની શરૂઆત કરી. બેંગલુરુની આ કંપની ગેટેડ સોસાયટીમાં અત્યાધુનિક લૉકર સેવાઓ આપી રહી છે. અરિસેટ્ટી જણાવે છે, ‘બેન્કોની ક્ષમતા સીમિત અને પ્રતીક્ષા યાદી લાંબી હોય છે. આ ઉપરાંત ઓપરેશનનો ટાઈમ પણ સીમિત હોય છે. અમે પારંપરિક બેન્ક લૉકર સર્વિસની આ જ ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. આના લૉકર ઘરોની પાસે હોય છે, તે પૈકી મોટા ભાગના ગેટેડ કોમ્યુનિટીઝના ક્લબ હાઉસમાં છે. 24/7 તેમને ઓપરેટ કરી શકાય છે. તે સંપૂર્ણ રીતે ઓટોમેટેડ છે, એટલે કે મનુષ્ય દખલની જરૂર નથી પડતી. તમામ લૉકરો માટે વીમા કવરેજ છે. ફર્મે સાઈબર ખતરાનું જોખમ ઘટાડવા માટે સાઈટનું નેટવર્ક સુરક્ષિત રાખ્યું છે. કોઈ અન્ય નેટવર્કથી તેને જોડ્યું નથી. માત્ર આઉટબાઉન્ડ ટ્રાફિક એટલે કે આઉટગોઈંગ ડેટાની જ મંજૂરી છે. ડેટા એનક્રિપ્ટેડ છે અને નેટવર્ક એક્સેસ માટે કડક નિયમો રાખવામાં આવ્યા છે. ઘણી જગ્યા રોકાઈ જાય છે, તેની સારસંભાળ પણ મોંઘી: એક્સપર્ટ | હાઉસિંગ સોસાયટીમાં લૉકર સુવિધા અનેકવાર અસુવિધા પણ બની શકે છે. વિયેતનામ નેશનલ યુનિવર્સિટીના શોધકર્તા હોંગ ગુએને સ્ટડીમાં જણાવે છે કે સોસાયટીમાં લૉકર રાખવું અને તેની સારસંભાળ મોંઘી હોય છે, જેનાથી રહેવાસીઓને મેન્ટેનન્સ ચાર્જ વધુ આપવો પડી શકે છે. જેનો ઉપયોગ સ્થાનિક લોકો કાર્યક્રમ કે સામુદાયિક પ્રવૃત્તિઓ માટે કરી શકે છે. આ ઉપરાંત એક સાથે એકથી વધુ યુઝરને લૉકર ઓપરેટ કરવું છે તો વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. તેમાં એડવાન્સ ટેક્નોલોજી અને સુરક્ષાની જરૂર પડે છે, તેથી પારંપરિક લૉકર્સની તુલનામાં વધુ ફી ચૂકવવી પડે છે. ગરમી, ધુમાડાથી લઈને ભૂકંપ જેવી સ્થિતિમાં તાત્કાલિક એલર્ટ
લૉકર્સ માટે રિઈન્ફોર્સ્ડ સ્ટીલ અને કોંક્રીટથી અલગ રૂમ તૈયાર કરાય છે. અહીં 24 કલાક એડવાન્સ સેન્સર્સથી મોનિટરિંગ થાય છે. આ સેન્સર ધુમાડો, ગરમી, કંપન કે ભૂકંપ જેવી સ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક એલર્ટ કરે છે. મલ્ટિ ફેક્ટર ઓથેન્ટિફિકેશન અને એડવાન્સ વોર્નિંગ સિસ્ટમ જેવાં ફીચર સુરક્ષા વધારે છે. સતત પેટ્રોલિંગ ઉપરાંત પોલીસ અને ફાયર વિભાગથી પણ સંકલન છે, જેથી તરત મદદ મળે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.