'તંબાકુ પીડાદાયક મોતનુ કારણ બને છે' 1 લી ડિસેમ્બરથી તંબાકુ ઉત્પાદનો પર લખાશે નવી ચેતવણી - At This Time

‘તંબાકુ પીડાદાયક મોતનુ કારણ બને છે’ 1 લી ડિસેમ્બરથી તંબાકુ ઉત્પાદનો પર લખાશે નવી ચેતવણી


નવી દિલ્હી, તા. 29 જુલાઈ 2022 શુક્રવારકેન્સર જેવી જીવલેણ બીમારીનુ મોટુ કારણ બની રહેલા તંબાકુ ઉત્પાદનો વિરુદ્ધ જાગૃતતા વધારવા માટે મોટા પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. એક ડિસેમ્બર 2022 કે તે બાદ દેશમાં નિર્મિત, આયાત અથવા પેક કરવામાં આવેલા તંબાકુ ઉત્પાદનો પર નવી ચેતવણી લખેલી હશે. તંબાકુ ઉત્પાદનોના પેક પર નવી ચેતવણી તરીકે લખેલુ હશે કે 'તંબાકુ પીડાદાયક મોતનુ કારણ બને છે' એક ડિસેમ્બર 2022થી તંબાકુથી નિર્મિત ઉત્પાદનોના પેક પર નવી તસવીર પ્રકાશિત કરવાને મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સૂચના જાહેર કરી છે. આ નિયમ એક વર્ષ માટે માન્ય ગણાશે.સૂચનામાં એ પણ કહેવામાં આવ્યુ છે કે આગામી વર્ષે 1 લી ડિસેમ્બર 2023એ અથવા તેના પછી નિર્મિત કે આયાતિત અથવા પેક કરાયેલા તંબાકુ ઉત્પાદનો પર સ્વાસ્થ્ય ચેતવણીની સાથે એક તસવીર જાહેર થશે. તેની પર ચેતવણી લખવામાં આવશે, 'તંબાકુનુ સેવન કરનારા નાની ઉંમરમાં મૃત્યુ પામે છે'મંત્રાલયે સિગારેટ અને અન્ય તંબાકુ ઉત્પાદન (પેકેજિંગ અને લેબલીંગ) નિયમ, 2008માં 21 જુલાઈએ સુધારો કર્યો છે. જે અનુસાર નવી સ્વાસ્થ્ય ચેતવણીને મુદ્દે આ સૂચના જારી કરી દેવાઈ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે સિગારેટ અને અન્ય તંબાકુ ઉત્પાદન ત્રીજો સુધારો નિયમ 2022 હેઠળ સંશોધિત નિયમ એક ડિસેમ્બર 2022થી લાગુ થશે.આ સૂચના 19 ભાષાઓમાં આ વેબસાઈટઓ http://www.mohfw.gov.in"http://www.mohfw.gov.in અને http://www.mohfw.gov.in"ntcp.nhp.gov.in પર ઉપલબ્ધ છે. નિયમોનું ઉલ્લંઘન સજાપાત્ર ગુનો ગણવામાં આવશેસરકારે કહ્યુ કે આ દિશાનિર્દેશોનુ ઉલ્લંઘન સજાપાત્ર ગુનો ગણાશે. જેમાં સિગારેટ અને અન્ય તંબાકુ ઉત્પાદન (જાહેરાત અને વેપાર પર પ્રતિબંધ અને વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠા અને વિતરણનું નિયમન) અધિનિયમ, 2003ની કલમ 20માં કેદ અથવા દંડની જોગવાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.