બાંગ્લાદેશનાં PM હાઉસમાં લૂંટમલૂંટ, VIDEO:પંખા, ટીવી અને AC ખભ્ભે નાખ્યા, RO પ્લાન્ટ, વાસણ, કપડાં કંઈ ના છોડ્યું, મસમોટું જીમ મશીન ઉઠાવી લોકો ગાંડા થયા - At This Time

બાંગ્લાદેશનાં PM હાઉસમાં લૂંટમલૂંટ, VIDEO:પંખા, ટીવી અને AC ખભ્ભે નાખ્યા, RO પ્લાન્ટ, વાસણ, કપડાં કંઈ ના છોડ્યું, મસમોટું જીમ મશીન ઉઠાવી લોકો ગાંડા થયા


સોમવારે બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા વિરોધ પ્રદર્શન બાદ સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ ઉગ્ર વિરોધીઓ તેમના નિવાસ્થાને ઘુસી ગયા હતા. લોકોએ બપોરે પીએમ આવાસમાં ઘૂસીને ભારે લૂંટ ચલાવી હતી. આ લૂંટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે જે ખરેખર ચોંકાવનારા છે. કોઈપણ દેશના પીએમ આવાસમાં આવી સ્થિતિ સામાન્ય નથી. એક વીડિયોમાં એક વિશાળ ભીડ ખુરશીઓ, ટેબલ, સોફા, કુરાન, લેમ્પ, મોંઘા પંખા, ફર્નિચર, છોડ, આરઓ પ્યુરિફાયર, ટીવી, ટ્રોલી બેગ, એસી, ગાદલા અહીં સુધી કે વાસણોની લૂંટ ચલાવતી જોવા મળી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.