મેડિકો હોસ્પિટલ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં વાહનો નહીં પણ માલસામાન - At This Time

મેડિકો હોસ્પિટલ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં વાહનો નહીં પણ માલસામાન


- સુરેન્દ્રનગરનાં મેઈનરોડ ઉપર આવેલા- ટ્રાફિક જામ થતો હોવા છતાં પાલિકા અને પોલીસની ચૂપકીદી સામે રોષસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરનાં હેન્ડલુમથી રેસ્ટ હાઉસ તરફ જતા મેઈનરોડ ઉપર આવેલી મેડીકો પોલીસે વાળા  કોમ્પ્લેક્ષના દુકાનદારો વાહનો મુકવા પાર્કિંગની જગ્યાએ માલ મુકતા હોવાથી વારંવાર ટ્રાફિક જામ થવાની ફરિયાદો ઉઠી છે. શહેરનાં હેન્ડલુમથી રેસ્ટ હાઉસ તરફ જતા મુખ્ય રસ્તા ઉપર મેડીકો હોસ્પીટલ વાળા કોમ્પ્લેક્ષમાં આવેલ ફર્નીચરની દુકાનોવાળા પોતાના ફર્નીચર, અન્ય દુકાનોવાળાો પોતાનો માલ અને ડીસ્પ્લે વાહનો રાખવાના પાર્કિંગની જગ્યાએ મુકતા હોવાથી આજુબાજુનાં વેપારીઓને પોતાના વાહનો ક્યાં મુકવા, ગ્રાહકોને અવરજવરમાં મુશ્કેલી જેવી પરિસ્થિતી સર્જાતી હોઈ અન્ય વેપારીઓ, ત્રાસી ગયા છે. ઉપરના માળના વેપારીઓ, હોસ્પીટલે આવતા-જતા દર્દીઓ પણ પરેશાન થાય છે તેમજ પાર્કિંગની જગ્યાએ માલ મુકવામાં આવતો હોવાથી મોટાભાગના વાહનો આડેધડ ઉભા રાખતા હોઈ વારંવાર ટ્રાફીક જામ થાય છે. આશ્ચર્યની વાત એ છેકે, ટ્રાફીક પોલીસ હાજર હોવા છતા તમાશો જુએ છે, નગરપાલીકા દ્વારા પણ આ વેપારીઓને નોટીસ આપી પગલા લેવાતા નથી. પ્લાન મુજબના પાર્કિંગના સ્થળે ફર્નીચર સહીતનો માલ મુકતા વેપારીઓ સામે કડક પગલા લેવાય તેવી માાંગ ઉઠવા પામેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.