જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 3 નહીં, પરંતુ 5 આતંકવાદીઓ છુપાયા:સુરક્ષા દળોએ 10KM દાયરામાં ઘેર્યા; આતંકવાદીઓને મદદ કરનારા 10 શકમંદોની પૂછપરછ ચાલુ છે - At This Time

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 3 નહીં, પરંતુ 5 આતંકવાદીઓ છુપાયા:સુરક્ષા દળોએ 10KM દાયરામાં ઘેર્યા; આતંકવાદીઓને મદદ કરનારા 10 શકમંદોની પૂછપરછ ચાલુ છે


જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ત્રણ દિવસથી ચાલી રહેલ આતંકવાદીઓ સાથેનું એન્કાઉન્ટર પડકારજનક બની ગયું છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ત્રણ આતંકવાદીઓ બચ્યા છે, પરંતુ શનિવારે જ્યારે સુરક્ષા દળો જ્યારે ઘેરાબંધી વધારી ત્યારે જાણવા મળ્યું કે હજુ પણ 5 આતંકવાદીઓ છે, જેઓ રાજબાગ વિસ્તારના સફિયાન જાખોલે ગામમાં છુપાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ આતંકવાદીઓને 10 કિમીના દાયરામાં ઘેરી લીધા છે. તેઓ જાખોલની ઊંચી ટેકરીઓ પર છે, જ્યાં ગાઢ જંગલો અને ગુફાઓ છે. પાંચેય આતંકવાદીઓ વિદેશી છે.
પરંતુ કેટલાક સ્થાનિક લોકોની મદદને કારણે તેઓ ત્રણ દિવસથી બચી ગયા છે. સુરક્ષા દળોએ 10 શંકાસ્પદ મદદગારોની અટકાયત કરી છે. તેમણે કહ્યું છે કે પાંચ આતંકવાદીઓ એ જ છે જેમને 23 માર્ચે હીરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે સાનિયલ ગામમાં પોલીસે તેમને અટકાવ્યા હતા. એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 2 આતંકીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરમાં 4 સૈનિકો શહીદ, 3 ઘાયલ 28 માર્ચે ઓપરેશન ગ્રુપ (SOG)ના સૈનિકો તારિક અહેમદ, જસવંત સિંહ, જગબીર સિંહ અને બલવિંદર સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન ઘાયલ ડીએસપી ધીરજ સિંહ ત્રણ જવાનોની સારવાર ચાલી રહી છે. ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરી એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓની ખબર પૂછવા માટે જમ્મુ મેડિકલ કોલેજ પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષાદળોને લગભગ 5 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના પ્રોક્સી સંગઠન પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ સાથે સંકળાયેલા છે. શનિવારે કરાયેલા શહીદોના અંતિમ સંસ્કારના ફોટા... પોલીસે કહ્યું- આતંકવાદીઓએ હથિયારો લૂંટ્યા નથી, અફવાઓ પર ધ્યાન ન આપો જમ્મુ અને કાશ્મીર પોલીસે શનિવારે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના દૂરના જંગલ વિસ્તારમાં બે દિવસ સુધી ચાલેલી અથડામણ દરમિયાન આતંકવાદીઓએ કોઈ હથિયાર છીનવ્યું નથી.પોલીસ પ્રવક્તાએ કહ્યું કે માર્યા ગયેલા ચાર પોલીસકર્મીઓના તમામ હથિયારો અને અન્ય વસ્તુઓ મળી આવી છે. પ્રવક્તાએ કહ્યું, "કેટલાક રાષ્ટ્ર વિરોધી તત્વો ઓપરેશન સફયાનમાં શહીદ થયેલા આપણા શહીદોના હથિયારો છીનવી લેવા અંગે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી રહ્યા છે. આ દાવાઓ ખોટા છે. શહીદોના તમામ હથિયારો અને વસ્તુઓ રિકવર કરવામાં આવી છે. આતંકવાદીઓએ એક પરિવારને બંધક બનાવ્યો હતો 23 માર્ચે હિરાનગર સેક્ટરમાં આતંકવાદીઓના એક જૂથને સુરક્ષા દળોએ ઘેરી લીધું હતું, પરંતુ તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ એ જ આતંકવાદીઓ છે જેઓ સાન્યાલથી
નીકળીને જાખોલ ગામ પાસે જોવા મળ્યા હતા. સુરક્ષા દળોએ હિરાનગર સેક્ટરમાં આતંકવાદીઓના એક જૂથને ઘેરી લીધું હતું. તે દિવસે આતંકવાદીઓએ એક બાળકી અને તેના માતા-પિતાને પકડી લીધા હતા. જ્યારે ત્રણેયને તક મળતા આતંકવાદીઓના ચુંગાલમાંથી ભાગી ગયા હતા. આ દરમિયાન બાળકીને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેણે જ પોલીસને આતંકવાદીઓના છુપાયા હોવાની માહિતી આપી હતી. મહિલાએ જણાવ્યું હતું કે તે બધાને લાંબી દાઢી હતી અને કમાન્ડોનો યુનિફોર્મ પહેર્યો હતો. જાખોલે ગામ હીરાનગર સેક્ટરથી લગભગ 30 કિમી દૂર છે. માહિતી મળતાની સાથે જ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image