અમરેલી જિલ્લા હોમગાર્ડઝના સહયોગ થી ચિતલ ખાતે ૮૮ મો નેત્ર યજ્ઞ યોજાયો.
અમરેલી જિલ્લા હોમગાર્ડઝના સહયોગ થી ચિતલ ખાતે ૮૮ મો નેત્ર યજ્ઞ યોજાયો.સરસ્વતિ વિદ્યા મંદિર,ચિત્તલ ખાતે જિલ્લા હોમગાર્ડઝના સહયોગ થી ૮૮મો નેત્ર યજ્ઞ વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી અશોક જોષીના પ્રમુખસ્થાને યોજાયેલ. જેનું ઉદઘાટન અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા ના વરદ હસ્તે કરવામાં આવેલ.આ તકે જિલ્લા હોમ ગાર્ડ પરિવારના કુ.હંસાબેન મકાણી ,એસ.એમ. સાપરીયા, કાર્તિક ભટ, પ્રવીણ સાવજ, પી.એમ. પિલુકિયા, એ.બી.ગોહિલ તથા અગ્રણી ઉદ્યોગપતિ મનુભાઈ દેસાઈ, લાલભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ પાથર, વેપારી મંડળના પ્રમુખ સુખદેવસિહ સરવૈયા તેમજ ગામ ના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેલ.આ તકે જિલ્લા હોમ ગાર્ડ કચેરી દ્વારા પ્રવીણભાઈ તેમજ કેમ્પ માં સેવા આપનારનું સન્માન કરવામાં આવેલ.
કેમ્પ માં મોતિયા ના ૫૧ દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ લઈ જવામાં આવેલ.કેમ્પમાં સંસ્થાના પ્રમુખ ઇતેશભાઈ મહેતા, બિપીનભાઈ દવે , દિનેશભાઈ મેસિયા, રાજુભાઈ ધાનાણી, છગનભાઈ પટેલ, સંજયભાઈ લીબાસિયા, હસુભાઈ ડોડીયા ,ખોડભાઈ ધધુકિયા, વલભભાઈ પાથર, જીતુભાઈ વાઘેલા, રવજીભાઈ બાબરીયા વગેરેએ સેવા આપેલ.કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.ધ્રુવ મહેતાએ કરેલ.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.