ધંધુકાને જિલ્લો બનાવવા પૂર્વ ધારાસભ્ય તેમજ યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત
ધંધુકાને જિલ્લો બનાવવા પૂર્વ ધારાસભ્ય તેમજ યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત
ધંધુકા તાલુકાને જિલ્લો બનાવવા માટે ઉચ્ચ કક્ષાએ પૂર્વ ધારાસભ્ય તેમજ યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા લેખિત રજૂઆત
હાલ સોશિયલ મીડિયામાં તથા સરકાર દ્વારા નવા જિલ્લા બનાવવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે તેવામાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાને જિલ્લો બનાવવાની માંગ સોશિયલ મીડિયામાં પ્રબળ બની છે જેના અનુસંધાને 59 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ તથા યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે . વધુમાં તેમાં જણાવવામાં આવ્યું હતું કે ધંધુકાથી અમદાવાદનું અંતર 105 કિલોમીટર છે .અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાનો સ્પેસિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન હેઠળ વિકાસ કરવામાં આવી રહ્યો છે. જે ધંધુકાથી ફક્ત 28 કિલોમીટરના અંતરે આવેલ છે તેમજ ધંધુકાથી સુરેન્દ્રનગર જિલ્લાનો ચૂડા તાલુકા ધંધૂકાની હદ સાથે જોડાયેલો છે. નજીકમાં આવેલ ધોળકા તાલુકો પણ વિસ્તૃત મોટો છે જેના અમુક ગામોનો સમાવેશ ધંધુકામાં કરવામાં આવે અને ધંધુકા વિધાનસભાના મૂળભૂત વિસ્તાર એટલે કે બરવાળા તાલુકા અને રાણપુર તાલુકાના ગામડાના લોકોના અભિપ્રાયને આધારે ધંધુકા ભાલ જિલ્લો બનાવવાની સોશિયલ મીડિયામાં માંગ ખૂબ તેજ બની છે તેને ગંભીરતાથી વિચાર વિમર્શ કર્યા બાદ લોકોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં
ધંધુકા પૂર્વ ધારાસભ્ય તેમજ યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.