18 વર્ષથી નાના 3 પોઝિટિવ, શાળામાં વેક્સિન વધારવા દોટ - At This Time

18 વર્ષથી નાના 3 પોઝિટિવ, શાળામાં વેક્સિન વધારવા દોટ


શહેરમાં 15 નવા કેસ અને 15 ડિસ્ચાર્જ

મલેશિયાથી આવેલી 14 વર્ષની બાળકી કોરોનાગ્રસ્ત અન્યની ટ્રાવેલ હિસ્ટ્રી ન મળી

રાજકોટ શહેરમાં કોરોનાના 15 પોઝિટિવ કેસ આવ્યા છે જોકે નવા કેસની સામે જ 15ને ડિસ્ચાર્જ જાહેર કરાતા એક્ટિવ કેસની સ્થિતિ 59 પર સ્થિર રહી છે આ સાથે કુલ કેસની સંખ્યા 63892 થઈ છે. જે નવા કેસ આવ્યા છે તેમાં 18 વર્ષથી નાના 3 છે જે પૈકી એક 14 વર્ષની તરુણી પરિવાર સાથે મલેશિયા ફરવા ગઈ હોવાનું નોંધાયું છે. આ સિવાયના તમામ 14 દર્દીમાં ટ્રાવેલ હિસ્ટ્રી કે કોન્ટેક્ટ હિસ્ટ્રી મળી નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે છેલ્લા સાત દિવસમાં બાળકોની પણ સંખ્યા વધી છે જેમાં 12 વર્ષથી નાના અને મોટા એટલે કે જેને વેક્સિન અપાય છે તે સહિત પણ સામેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.