માળીયા હાટીના માં રામનવમીની રામ મંદિરોમાં ભાવિકોએ ભવ્ય કરી ઉજવણી - At This Time

માળીયા હાટીના માં રામનવમીની રામ મંદિરોમાં ભાવિકોએ ભવ્ય કરી ઉજવણી


બપોરે 12 કલાકે રામ જન્મોઉત્સવ ધર્મપ્રેમી જનતા દ્વારા ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી

માળીયા હાટીના માં સવારથી જુના રામ મંદિર, રામ ચંદ્રજી મઠ, જલારામ મંદિર, અને સંકીર્તન મંદિર માં સવારથી વિવિધ દર્શનનો લાભ લેવા ભક્તો દર્શન કરવા ઉત્સાહ

શ્રીરામનવમી ઉત્સવ એ રામમંદિરો, ખાતે ઉજવાતા ઉત્સવમાંનો એક મુખ્ય ઉત્સવ છે. અહીં ભકતો આખા દિવસ દરમ્યાન ઉપવાસ રાખે છે અને રામના પવિત્ર નામનું રટણ તેમજ રામાયણ સાંભળીને ભગવાન શ્રીરામનું સ્મરણ કરે છે. શ્રી રામનો વિશેષ શણગારવામાં કરવામાં આવ્યો ઉત્સવના વિશેષ ભાગરૂપે
મંદિરમાં અતિસુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ કરવામાં આવ્યુ હતું

રામ મંદિર ખાતે મોટી સંખ્યામાં રામ ભક્તોની આસ્થાના પ્રતિક ભગવાન શ્રીરામ માતા સિતા સહિત લક્ષ્મણનું વિધિવત પુજન અર્ચન કરવામાં આવ્યુ હતું બાદ બપોરના ૧૨ કલાકે રામ મંદિર ખાતે જન્મોત્સવની મહા આરતી કરવામાં આવી હતી દુલારી ની કેક બનાવી દુલારી કાપવામાં આવી હતી

ભગવાન શ્રી રામને ખાસ થાળ ધરવામાં આવ્યો પ્રસાદી રૂપે પંજરી અને સરબતન સહિતની પ્રસાદીનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા એ લાભ લીધો હતો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.