હળવદ રાણેકપર રોડ ઉપર આવેલી મહર્ષિ ગુરુકુલમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો - At This Time

હળવદ રાણેકપર રોડ ઉપર આવેલી મહર્ષિ ગુરુકુલમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો


મહર્ષિ ગુરુકુળ કેમ્પસ ખાતે કૃષ્ણ જન્મોત્સવનોભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો આ જગતને ચલાવનારી ચિદન શક્તિ મનુષ્ય જન્મ ધારણ કરી આ ધરતી પર માનવ તરીકે રહીને યુગો સુધી માનવ સમાજને જીવવાની પ્રેરણા, ઉત્સાહ, અને જીવવાની પદ્ધતિ આપીને ગઈ.એવા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ એટલે શ્રાવણવદ અષ્ટમી. મહર્ષિ ગુરુકુળ હોસ્ટેલ સાથેનું કેમ્પસ છે. અને ઝાલાવાડની શૈક્ષણિક નગરી તરીકે પણ પ્રસિદ્ધ છે. મહર્ષિ ગુરુકુળમાં હંમેશને માટે ભારતીય જ્ઞાન પરંપરા અને ભારતીય ઉત્સવોને ભારતની પદ્ધતિ મુજબ જ ઉજવીને આવનારી પેઢીને એક દિશા આપવાનું કામ કરતી રહી છે.તેના ભાગ સ્વરૂપે મહર્ષિ ગુરુકુલમાં અભ્યાસ કરતા KG થી PG સુધીના તમામ વિદ્યાર્થીઓ કૃષ્ણ જન્મમાં રંગાયા. ગામડામાં જેવી રીતે પહેલાંના સમયમાં ભગવાન કૃષ્ણની શોભાયાત્રા નીકળતી,ઘરે ઘરની બહેનો ગોપીઓ બનીને કૃષ્ણના શોભાયાત્રાના વધામણા કરતી, એવો જ માહોલ આજે મહર્ષિ ગુરુકુળમાં નિર્માણ થયો. દેવકીની કુખે જન્મેલો કૃષ્ણ ગોકુળમાં પ્રવેશ કરે છે ત્યારે નંદબાબાના ઘરે જે પ્રસન્નતા છે તેવો જ ભાવ, તેવી જ પ્રસન્નતા, તેઓ જ ઉત્સાહ આજે મહર્ષિ ગુરુકુળના બાળકોમાં જોવા મળ્યો. 3000 થી પણ વધુ વિદ્યાર્થીઓ કૃષ્ણ જન્મના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને મહર્ષિ ગુરુકુલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રજનીભાઈ સંઘાણી ના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને આપણી પરંપરા, આપણા ઉત્સવો અને સનાતન સંસ્કૃતિની સમજ આપવી. ઓળખ આપવી એ શૈક્ષણિક સંસ્થાઓનું દાયિત્વ છે. એટલે જ અમો મહર્ષિ ગુરુકુળમાં ભારતીય સંસ્કૃતિના તમામ ઉત્સવો પૂરી શ્રદ્ધા સાથે ઉજવીએ છીએ

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.