સંગીતા સોસાયટીમાં મકાન ભાડા મામલે યુવાન પર દંપતી અને તેના પુત્રનો પાઈપથી હિંચકારો હુમલો - At This Time

સંગીતા સોસાયટીમાં મકાન ભાડા મામલે યુવાન પર દંપતી અને તેના પુત્રનો પાઈપથી હિંચકારો હુમલો


સંગીતા સોસાયટીમાં મકાન ભાડા મામલે યુવાન પર દંપતી અને તેના પુત્રએ પાઈપથી હિંચકારો હુમલો કરતાં યુવાનનું માથું ફાડી નાંખ્યું હતું. બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે મોરબી રોડ પર સંગીતા સોસાયટીમાં રહેતાં દીનેશભાઈ જીકાભાઈ ધોરાળીયા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સાહિલ સલીમ ઉર્ફે લાખા સાંધ અને સલીમ ઉર્ફે લાખા અને બિલકીશ ઉર્ફે ટમુબેનનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ઘરે જ ઈમીટેશનનું મજુરીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમની મોટી પુત્રી વર્ષાબેન પતિ સાથે સંગીત સોસાયટીમાં જ રહે છે. જ્યાં તેની બાજુમાં તેના સાસુ જયશ્રીબેન રહેતા તે તથા આ તેના જમાઇ મુળજીભાઈ વચ્ચે મકાન બાબતે વાંધો ચાલે છે.
રાત્રીના નવેક વાગ્યે તેઓ તેના નાના ભાઈ અરવિંદભાઈ ઘર પાસે શેરીમાં તાપણુ કરીને તાપતા હતા તે વખતે સોસાયટીમાં રહેતાં બીલ્કીશબેન ઉર્ફે ટમુબેન સાંઘ ઘસી આવેલ અને કહેવા લાગેલ કે, તમારા જમાઈ જે મકાનમાં રહે છે તે મકાનનું ભાડુ મને આપવાનું અને તે મકાનના મુળ માલીક મારા બહેનપણી જયશ્રીબેન જ છે. જેથી તેમને કહેલ કે, મકાન મુળજીભાઈનું છે અમારે ભાડુ પણ તેની પાસે જ નકકી થયું છે. અમે તમને ભાડુ ન આપીએ કહેતા તેણી કહેતા ગયેલ કે, ભાડુ નહી આપો તો સામાન બહાર નખાવી દઈશ કહી ત્યાંથી જતા રહેલ હતાં.
જ્યાંથી સીધા ઘરથી થોડે દુર જમાઈના ઘરે ગયેલ અને જેથી તે તેના ભાઈ, પુત્ર અને પત્ની ત્યાં દોડી ગયેલ તો ટમુબેન તેમના જમાઈ સાથે ગાળાગાળી કરી ફડાકો ઝીંકતા તેને ધક્કો મારતા તે નીચે પડી ગયેલ અને બાદમાં તેણીએ ફોન કરી તેના પુત્ર સાહીલ અને તેના પિત સલીમને ત્યાં બોલાવેલ અને તે બંને ગાળો આપી સલીમે પાછળથી પકડી રાખી ઢીકાપાટુનો મુંઢ મારમારવા લાગેલ અને તેમનો પુત્ર છોડાવવા વચ્ચે પડતા આ સલીમે પાવડા વડે માથામાં પાછળના ભાગે એક ઘા ઝીંકી દેતાં તેમનો પુત્ર દીકરો ઉમેશ ચકકર ખાઈ પડી ગયેલ અને સાહીલે તેમના જમાઈ સંજયને તું ગમે ત્યાં ભેગો થાજે તને જોઈ લઈશ કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેમજ બનાવ વખતે ફરિયાદીની પુત્રી પણ ઘરે હતી. બાદમાં ફરિયાદીએ લોહીલુહાણ હાલતમાં તેમનાં પુત્રને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતાં.
બનાવ અંગેની ફરિયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઈ પી.બી.ત્રાજીયા અને સ્ટાફે તપાસ હાથ ધરી હુમલો કરનાર બિલકીશની ધરપકડ કરી હતી જ્યારે ફરાર થયેલ પિતા-પુત્રની શોધખોળ હાથ ધરી હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.