એન્જિનિયરના બંધ મકાનમાંથી રૂ.96 હજારના દાગીનાની ચોરી
કોઠારીયામાં સરદાર ગૌશાળાની બાજુમાં સેલીબ્રેશન પાર્ટી પ્લોટની પાછળ ખોડલધામ રેસિડેન્સી -2 માં એન્જીનીયરના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ હાથ ફેરો કરી રૂ.96 હજારના દાગીનાની ચોરી કરી નાસી છૂટતાં આજીડેમ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે કોઠારીયામાં સરદાર ગૌશાળાની બાજુમાં સેલીબ્રેશન પાર્ટી પ્લોટની પાછળ ખોડલધામ રેસિડેન્સી -2 માં રહેતાં અશ્વિનભાઈ લાલજીભાઇ કણજારીયા (ઉ.વ.34) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ લોધીકામાં આવેલ એ.ડી.કો. એસ્કોર્ટ નામની કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરે છે. ગઇ તા.28/03/2024 ના સાંજના સમયે તેઓ પત્ની અને પુત્ર સાથે તેમના વતન આંબરડી ગામે ભાભુના બેસણુ હોય જેથી ઘરે તાળા મારી ગયેલ હતાં. બાદમાં તા.31/03/2024 ના બપોરના સમયે ઘરે આવેલ ત્યારે જોયુ તો ઘરની ડેલીનું તાળુ બંધ હતુ જે ખોલી અંદર જોતા રૂમના દરવાજાનુ તાળુ નકુચા સહીત તુટેલ હતું.
રૂમમાં રહેલ લાકડાનો કબાટ ખુલ્લો હતો અને સામાન-કપડા વેરવિખેલ પડેલ હતાં અને કબાટના ખાનામાં તિજોરીમાં રાખેલ સોનાનું પેન્ડલ સેટ રૂ.62 હજાર, સોનાની વીંટી નંગ-2 રૂ.15 હજાર, એક જોડી સોનાના પાટલા રૂ.12 હજાર, એક ચાંદિનો જુડો રૂ.4 હજાર, ચાંદિની વિંટી નંગ-4 રૂ.1600 તેમજ ચાંદીનું એક મંગળસુત્ર મળી કુલ રૂ.96,200 ના દાગીના રૂમમાં કબાટની તીજોરીમાંથી ઘરમાં ઘુસેલા અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટ્યો હતો.
બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એ.આર.રાઠોડ અને સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.