જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિના મૂલ્યે ઘૂંટણ અને સાંધા અને અન્ય મેડિકલ નિદાન કેમ્પ યોજાયો
( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ બોપલ - અમદાવાદ દ્વારા આયોજિત વિના મૂલ્યે ઘૂંટણ અને સાંધા ના દુખાવા, મૂત્રમાર્ગ તેમજ કિડનીમાં પથરીના દર્દીઓ માટેનો મેડિકલ કેમ્પ લેઉવા પટેલ સમાજની વાડી, બોટાદ ખાતે યોજાયો.
આ નિદાન કેમ્પમાં ગુજરાતના ખ્યાતનામ સુપ્રસિદ્ધ ડો.વિક્રમભાઈ શાહના માર્ગદર્શન તળે ક્રિષ્ના શેલબી હોસ્પિટલના ડો.પ્રથિત પટેલ (જોઈન્ટ રિપ્લેસમેન્ટ), ડો.રાજ લિંબાચી, ડો.બોની શાહ (મૂત્રમાર્ગની સમસ્યા તેમજ કિડનીમાં પથરીના સ્પેશિયાલિસ્ટ), ડો.સચિન ઘૂગે (જનરલ સર્જન)એ માનદ સેવા આપેલ. કેમ્પમાં ૧૯૫ જેટલા દર્દીની તપાસી નિદાન કરવામાં આવેલ. આ કેમ્પમાં જાયન્ટ્સ ગ્રુપ બોટાદના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, જાયન્ટ્સ ફેડરેશન પ્રમુખ કેતન રોજેસરા, યુનિટ ડાયરેક્ટર સી.એલ.ભીકડીયા, ડી.એ. દીપકભાઈ માથુકિયા, દિલીપભાઈ ભલગામીયા, વિજયભાઈ વાળા, દર્શનભાઈ પટેલ, અતુલભાઇ વાઘેલા, લાલજીભાઈ કળથીયા, નિલેશભાઈ કોઠારી, કાનજીભાઈ કળથીયા, ડો.પરેશભાઈ દરજી, ડો.પ્રશાંત કળથીયા, ડો.અરવિંદ સોનાણી, મનસુરભાઈ ખલ્યાણી, શૈલેષભાઈ પરમાર, કલ્પેશભાઈ ગાંધી, ભાવેશભાઈ ગજેરા, યોગેશભાઈ શેઠ, નાસિરભાઈ ખલ્યાણી, મુકેશભાઈ જોટાણીયા, મિલનભાઈ રોજેસરા, ભાવેશભાઈ કણજરીયા, કલ્પેશભાઈ નંદાણી, હરેશભાઈ પિઠવા, ચેતનભાઈ જોષી, જયેશભાઈ સોલંકી તેમજ જાયન્ટ્સના અનેક સભ્યો ઉપસ્થિત રહી આ નિદાન સારવાર મેડિકલ કેમ્પ સફળ બનાવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.