જાણો શા માટે કેન્દ્રએ 3 વર્ષમાં પ્રથમ વખત ટેક્સ રિટર્નની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો - At This Time

જાણો શા માટે કેન્દ્રએ 3 વર્ષમાં પ્રથમ વખત ટેક્સ રિટર્નની સમયમર્યાદા વધારવાનો ઇનકાર કર્યો


નવી દિલ્હી, તા. 26 જુલાઈ 2022 મંગળવારછેલ્લા બે નાણાકીય વર્ષ દરમિયાન કોવિડ-19 મહામારીના કારણે સરકારે ITR દાખલ કરવાની સમય મર્યાદા વધારી દીધી હતી. આ વર્ષે સ્થિતિ અલગ છે કેમ કે કેન્દ્ર સરકાર સમય મર્યાદા વધારવા મુદ્દે વિચાર કરી રહી નથી. સરકારે આ પગલુ ત્રણ વર્ષમાં પહેલીવાર લીધુ છે. રેવન્યુ સેક્રેટરી તરૂણ બજાજે ગયા અઠવાડિયે કહ્યુ, હજુ સુધી રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ વધારવા વિશે કોઈ વિચાર કરાયો નથી. આયકર રિટર્ન સાથે જોડાયેલી 5 મોટી વાતો1. આયકર રિટર્ન નિયમો અનુસાર વ્યક્તિગત કરદાતાઓ દ્વારા આ નાણાકીય વર્ષનો આઈટીઆર દાખલ કરવાની સમય મર્યાદા 31 જુલાઈ છે. આ તે પ્રકારના કરદાતા છે જેમને પોતાના ખાતાને ઓડિટ કરાવવાની જરૂર હોતી નથી. 2. રેવન્યુ સેક્રેટરીએ કહ્યુ કે કરદાતાઓની સામાન્ય પ્રતિક્રિયા એ છે કે રિટર્ન ફોર્મ દાખલ કરવુ ખૂબ સરળ થઈ ગયુ છે અને રિફંડ પણ જલ્દી મળી રહ્યુ છે. ઈન્કમટેક્સ વિભાગે એક નવુ આઈટી ફાઈલિંગ પોર્ટલ લોન્ચ કર્યુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પોર્ટલ ખૂબ મજબૂત છે અને વધારે બોજને ઉઠાવી શકે છે. 3. રેવન્યુ સેક્રેટરી તરૂણ બજાજે કહ્યુ, ગઈ વખતે આપણી પાસે અંતિમ તારીખે રિટર્ન દાખલ કરનારાની સંખ્યા 50 લાખથી વધારે હતી. આ વખતે મે પોતાના લોકોને કહ્યુ છે કે તેઓ 1 કરોડ માટે તૈયાર રહે જે અંતિમ દિવસે પોતાનુ રિટર્ન ભરશે. 4. ગયા નાણાકીય વર્ષ 2020-21 માં 31 ડિસેમ્બર 2021ની વધારાયેલી તારીખ સુધી લગભગ 5.89 કરોડ આઈટીઆર દાખલ કરવામાં આવ્યા હતા. આઈટીઆર દ્વારા વ્યક્તિને ભારતના ઈન્કમ ટેક્સ વિભાગમાં ટેક્સ જમા કરવાનો હોય છે. આઈટીઆરમાં ખાસ નાણાકીય વર્ષ દરમિયાન વ્યક્તિની આવક અને તેની પર ચૂકવણી કરવામાં આવેલા ટેક્સ વિશે જાણકારી હોય છે. 5. જો કોઈ વ્યક્તિની આવક છૂટની મર્યાદાથી વધારે હોય તો તેને ટેક્સ રિટર્ન દાખલ કરવાનુ થશે. નવી કર વ્યવસ્થા હેઠળ, છૂટની મર્યાદા 2.5 લાખ નિર્ધારિત કરવામાં આવી છે. જૂની વ્યવસ્થા હેઠળ 60 વર્ષ કરતા ઓછી ઉંમર માટે છુટની મર્યાદા 2.5 લાખ છે. 60થી 80 વર્ષની વચ્ચેના લોકો માટે 3 લાખ અને 80 વર્ષથી વધારે ઉંમર ધરાવતા માટે 5 લાખ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.