'મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી'-કંગના રનૌત:કહ્યું- બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતમાં સુરક્ષિત અનુભવે છે; આપણે ભાગ્યશાળી છીએ કે રામ રાજ્યમાં રહીએ છીએ - At This Time

‘મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી’-કંગના રનૌત:કહ્યું- બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતમાં સુરક્ષિત અનુભવે છે; આપણે ભાગ્યશાળી છીએ કે રામ રાજ્યમાં રહીએ છીએ


બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે શેખ હસીના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને પોતાનો દેશ છોડીને ભારત પહોંચી ગયા છે. અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતે કહ્યું કે, અમે તે વાતથી ગર્વ અનુભવીએ છીએ કે બાંગ્લાદેશના માનનીય વડાપ્રધાન શેખ હસીના ભારતમાં સુરક્ષિત અનુભવે છે. મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી. પોતાના X( ટ્વિટર) અકાઉન્ટ પર પોસ્ટ શેર કરતી વખતે, કંગના રનૌતે લખ્યું- ભારત આપણી આસપાસના તમામ ઇસ્લામિક પ્રજાસત્તાકોની મૂળ માતૃભૂમિ છે. અમે સન્માનિત અને ખુશ છીએ કે બાંગ્લાદેશના વડાપ્રધાન ભારતમાં સુરક્ષિત અનુભવે છે. કંગનાએ આગળ લખ્યું- મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી, ખુદ મુસ્લિમો પણ નહીં. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને બ્રિટનમાં જે કંઈ થઈ રહ્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે રામ રાજ્યમાં રહીએ છીએ. શેખ હસીનાએ તાજેતરમાં બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમની સરકારના આ પગલા સામે કેટલાય મહિનાઓ સુધી દેશમાં હિંસક દેખાવો થયા હતા. તેમણે દેશ છોડી દીધો અને સોમવારે લશ્કરી હેલિકોપ્ટરમાં ભારત લાવવામાં આવ્યા. અહેવાલો અનુસાર, તેઓ ભારતમાં થોડો સમય રહ્યા પછી લંડન જવા રવાના થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.