ભાસ્કર વિશેષ:અમેરિકા-ફ્રાન્સ પર હવે નિર્ભર નહીં રહીએ, દેશમાં પહેલીવાર સ્પેસ અને ડિફેન્સ માટે 3ડી મેટલ પાર્ટ્સ ભોપાલના એમ્પ્રીમાં જ ડેવલપ થશે - At This Time

ભાસ્કર વિશેષ:અમેરિકા-ફ્રાન્સ પર હવે નિર્ભર નહીં રહીએ, દેશમાં પહેલીવાર સ્પેસ અને ડિફેન્સ માટે 3ડી મેટલ પાર્ટ્સ ભોપાલના એમ્પ્રીમાં જ ડેવલપ થશે


મધ્યપ્રદેશના પાટનગરમાં હવે સ્પેસ, ડિફેન્સ અને મેડિકલ સાથે જોડાયેલા અનેક એવા પાર્ટ્સ તૈયાર કરવામાં આવશે જેના માટે અત્યાર સુધી અમેરિકા, ફ્રાન્સ જેવા દેશો પર નિર્ભરતા રહી છે. હવે વિભિન્ન જટિલ મશીનો સાથે જોડાયેલાં કમ્પોનન્ટ ભોપાલના સીએસઆઇઆર-એડવાન્સ મટીરિયલ્સ એન્ડ પ્રોસેસિસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એમ્પ્રી)માં તૈયાર થશે. તેના માટે અહીં સ્વીડનથી મંગાવવામાં આવેલી લેઝર બેઝ્ડ મેટલ એડિટિવ મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રોન બીમ મેટલ એડિટિવ મેન્યુફેક્ચરિંગ મશીન લગાવવામાં આવી ચૂક્યાં છે. એમ્પ્રીને સ્પેસ અને ડિફેન્સ સાથે જોડાયેલી રાષ્ટ્રીય સ્તરની વિભિન્ન સંસ્થા પોતાની ડિમાન્ડ જણાવશે કે તેમને કેવા પ્રકારનાં કોમ્પોનન્ટ કે પાર્ટ્સ જોઈશે, તેને અહીં ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવશે. દેશમાં પહેલીવાર આ પ્રકારનું કામ એમ્પ્રી દ્વારા કરવામાં આવશે. ખાસ વાત એ છે કે ઈન્ડિયન નેવી, ડીઆરડીઓ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જેવાં સંસ્થાનો માટે અહીં વિભિન્ન ​​​​​​​મશીનોના પાર્ટસ બનશે. તેનો એક સીધો ફાયદો એ થશે કે વિદેશી નિર્ભરતા નહીં રહે. આ ઉપરાંત ઓછા સમયમાં તેને નવી રીતે અને ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવશે. આ સ્વદેશી ટેક્નિક હશે જેનો ખર્ચ પણ લગભગ 30 ટકા સુધી ઓછો હશે. નોર્મલ કોમ્પોનન્ટ કામ નથી લાગતા... 3500 ડિગ્રી સુધી મેલ્ટ કરી શકાશે
​​​​​​​એમ્પ્રીના વિજ્ઞાનીઓએ જણાવ્યું કે સ્પેસને લગતાં મશીનોમાં નોર્મલ કોમ્પોનન્ટ કામ નથી કરતાં. તેનું કારણ એ છે કે ઉપર તાપમાન માઇનસ 53 ડિગ્રી સુધીનું હોય છે. ઓછા તાપમાનમાં મટીરિયલ સંકોચાય છે. આ મટીરિયલ એવું હોય છે જેના પર તાપમાનની અસર નથી થતી. આ પણ એક પડકાર છે કે અંદરનું તાપમાન સામાન્ય રહેવું જોઈએ, બહારના તાપમાનની તેના પર અસર ન થવી જોઈએ. આ કારણે આ કાર્ય પડકારરરૂપ હોય છે. તેની સ્ટ્રેન્થ મેન્ટેન રાખવી જોઈએ. એવામાં ટાઇટેનિયમ, ગ્રાફીન, સ્ટીલ સહિત અનેક અન્ય મટીરિયલને મેળવીને તેને તૈયાર કરવામાં આવે છે. જે ખૂબ હાઇ અને લાૅ ટેમ્પ્રેચર પર કામ કરી શકે. તેની સાથે મટીરિયલ્સને 3500 ડિગ્રી સુધી મેલ્ટ કરી શકાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.