બે પોલીસમેન અને શિક્ષિકાના ત્રાસથી કંટાળી રેલ્વે કર્મીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટમાં રહેતા અને રેલ્વે હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીએ ચાર પાનાની સ્યુસાઈડ નોટ લખી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓ મહિલા સહિતના ચાર ભાગીદારો સાથે શેરબજાર ટ્રેડિંગમાં ભાગીદારીમાં ધંધો કર્યા બાદ નુકશાન જતા દગો કરતાં રેલવે કર્મીએ સ્યુસાઈડ નોટ લખી ભાગીદારોએ ગુજારેલ ત્રાસથી કંટાળી આ પગલું ભરી લીધાનું સ્યુસાઈડમાં ઉલ્લેખ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ માધાપર ચોકડી પાસે આવેલ વિનાયક વાટિકા રરેસીડેન્સીમાં રહેતા અને રેલ્વે હોસ્પિટલમાં ફરજ બજાવતા આનંદકુમાર નવલરામ બાદાણી (ઉં.વ.39) નામના કર્મીએ ગઈ કાલ બપોરનાં ત્રણ વાગ્યાની આસપાસ વાંકાનેર મોરબી હાઈવે પર રોયલ હોટેલની સામે ફિનાઇલ પી લેતાં તાકિદે તેઓને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર હેઠળ છે. બનાવ અંગે વધુ જાણવા મળ્યું કે આનંદકુમારે બે પોલીસ કર્મી સહિત 6 શખ્સોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ હતો. તેઓએ લખેલી ચાર પાનાની સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે રેસકોર્ષ પાર્કમાં રહેતા હિરલ સંજીવભાઈ બુધવાણી, રવિ મોહન રાઠોડ (પ્ર.નગર પોલીસ), દિપક પ્રજાપતિ, મોન્ટી પરમાર(ખંભાત), મનોજ પટેલ રેલવે સુરક્ષા બ્રાંચ અમદાવાદ, નરેશ દરજી આ બધાં તેને ધમકીઓ આપી પૈસાની ઉઘરાણી કરતા હોય જેથી આ પગલું ભર્યું હતું.
જેમાં વધુ જણાવ્યું હતું કે હિરલ બુધવાણી રાજકુમાર કોલેજમાં શિક્ષિકા તરીકે કરજ બજાવે છે. તેણીએ પોરંદરના અને ગોંડલના માથાભારે શખ્સોને મોકલી મારી પાસે પૈસા કઢાવવા મારી રેલવે ઓફિસનું સરનામુ આપી ફરજ દરમિયાન આ શખ્સો આવી ધમકી આપતા હતા કે અમે હિરલ બુધવાણીના માણસો છીએ, તેને પૈસા આપી દેજે નહિ તો તારૂ અપહરણ કરી પતાવી દેશું. તેમજ હિરલબેન પ્ર.નગરના પોલીસમેન રવિ રાઠોડના પરિચયમાં હોય તેને પણ મોકલી હેરાન કરતા હતા.
તેમજ અમદાવાદમા રેલવે પોલીસમાં નોકરી કરતા મયૂર પટેલ સાથે કોઈ પૈસાનો વ્યવહારન હોય છતાં તે પૈસાની ઉઘરાણી બાબતે ધમકીઓ આપતો હોય. તેમજ નરેશ દરજી તેની સાથે ભાગીદારમાં શેરબજારમાં ટ્રેડીંગ કરતા હોય તેને 4.20 લાખ આપ્યા હતા. જેમાં તેને રૂ.4.80 લાખ આપ્યા હતા છતાં વધુ 24.75લાખની પઠાણી ઉઘરાણી કરતા હોય.
તેમજ દીપક પ્રજાપતિ અને મોન્ટી પરમાર અવારનવાર મારી રેલવેની ઓફિસે આવી ભાગીદારીના પૈસા હારી ગયા બાદ મારી પાસે ઉઘરાણી કરી ધાકધમકીઓ આપતા હોવાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, હિરલબેન સહિતના ભાગીદારો શેરબજારમાં ટ્રેડિંગનો ધંધો કરતા હોય જેમા નફો તેને સમયસર આપતા હોય અને નુકસાની જતા ઉઘરાણી કરતા હોય તેમજ મારી પાસે હવે કોઇ પૈસા ન હોય અને ભાગીદારોએ નુકસાનીના પૈસા મારી પર નાખી દીધા હતા.
આમ આ તમામ લોકોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરૂ છું જેના માટે આજ લોકો જવાબદાર છે. ઓફિસમાં ગમે ત્યારે હિરલ બુધવાણીના માણસો આવી પૈસા લઈ મારકુટ કરતા અને નોકરી પણ નો કરવા દેતા હતા. આ લોકોના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.