સોનોગ્રાફી કરતા 130થી વધુ ક્લિનિકોમાં સરપ્રાઇઝ ચેકિંગ, મનપામાં કાયમી ટાઉન પ્લાનિંગ અધિકારી તરીકે સાગઠિયાની પસંદગી
ગુજરાત સરકારના આદેશ મુજબ રાજકોટના 130થી વધુ સોનોગ્રાફી સેન્ટર-ક્લિનિકોમાં મોટા પાયે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. આ કામગીરી માટે કુલ 28 ડોકટરોની ટીમ ઉતરી હતી. જેમાં રાજકોટ કોર્પોરેશનના 15 ડોકટર અને જિલ્લા પંચાયતના 13 ડોકટરોની ટીમે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરી હતી. આ અંગે ડો. રાઠોડે જણાવ્યું હતું કે, ગાયનેક ડોકટરો, સોનોગ્રાફી સેન્ટરો વગેરે જગ્યાએ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ થવાની ફરિયાદોના આધારે ડોકટરોની ટીમે ફિલ્ડમાં રહી 130થી પણ વધુ ક્લિનિકોમાં ચેકિંગ હાથ ધર્યુ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.