રાજપૂતપરામાં દિપક એન્ડ કંપનીમાંથી સેનેટરીવેર અને બાથ ફીટીંગના રૂ.1.82 લાખના સામાનની ચોરી
રાજપૂત પરા મેઈન રોડ ઉપર દિપક એન્ડ કંપનીમાંથી અલગ અલગ સેનેટરીવેર અને બાથ ફીટીંગનો માલ સામાન અંદાજીત રૂ.1,82,040 ની ચોરી થતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
પ્રકાસભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો દિકરો શ્રવણ રજપુતપરા મેઇન રોડ ઉપર દિપક એન્ડ કંપની નામની ત્રણ માળની દુકાન ધરાવી સેનેટ્રીવેર અને બાથ ફીટીંગ નો વેપાર કરીએ છીએ. અને અમારી દુકાને ગોવિંદભાઇ કાકડીયા તથા રાજુભાઇ ચાવડા કામ કરે છે.
ગઇ તા.20/05ના રાત્રીના હું અને મારો દિકરો શ્રવણ મારી દુકાને હતા અને ત્યાર બાદ અમો બન્ને દુકાન બંધ કરી અમારા ધરે જતા રહેલ અને બાદ તા.21/05ના રવિવાર હોવાથી અમારી દુકાન બંધ રહેલ બાદ તા.22/05 ના રોજ સવારના હું તથા મારો દિકરો શ્રવણ અમારી દુકાને આવેલ ત્યારે દુકાનનું શટર બંધ હતુ.દુકાનના તાળા ખોલી અંદર જઇ જોયેલ તો દુકાનમા રાખેલ સેનેટરી વેર અને બાથ ફીટીંગનો માલ સામાન વેર વીખેર હાલતમાં પડેલ હતો.
જેથી હું દુકાનના પહેલા માળે ગયેલ અને જોયેલ તો બારી તુટેલી હાલતમાં હતી.મે તથા મારા દિકરા શ્રવણે દુકાનમા રહેલ સેનેટ્રીવેર અને બાથ ફીટીંગનો માલ સામાન જોતા વેર વીખેર હાલતમાં પડ્યો હોય જેથી અમોને ચોરી થયાની શંકા જતા અમારી દુકાનમાં સેનેટ્રીવેર અને બાથ ફીટીંગનો માલ સામાન ચેક કરી જોતા જેમા અલગ અલગ ચીજ વસ્તુઓ મળી કુલ રૂ.1,82,040 નો સેનેટ્રીવેર અને બાથ ફીટીંગનો માલ સામાન દુકાનમા ઓછો જોવામા આવ્યો હતો.
આ ઉપરોકત સેનેટ્રીવેર અને બાથ ફીટીંગની ચીજ વસ્તુઓની કોઇ ચોર ચોરી કરી લઇ ગયો હોવાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવમાં એ ડિવિઝન પોલીસના પીએસઆઈ જી.એન.વાઘેલા અને ટીમે તસ્કરને હાથ વેંતમાં લેવા તજવીજ આદરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.