વિરપુરના કોયડમ ગામની પ્રાથમિક શાળાની વિધાર્થી જીલ્લા કક્ષાની ક્રિકેટ સિલેક્શન ટ્રાયલ ટોપ 5 માં સીલેક્શન... - At This Time

વિરપુરના કોયડમ ગામની પ્રાથમિક શાળાની વિધાર્થી જીલ્લા કક્ષાની ક્રિકેટ સિલેક્શન ટ્રાયલ ટોપ 5 માં સીલેક્શન…


મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના કોયડમ ગામની પ્રાથમિક શાળાની વિધાર્થી જીલ્લા કક્ષાની ક્રિકેટ સિલેક્શન ટ્રાયલ ટોપ 5 માં સિલેકશન થતાં તાલુકાનુ તેમજ જીલ્લાનુ નામ રોશન કર્યું છે તાલુકા માટે ગૌરવ કહી સકાય કે જયાં મોટે ભાગે ખેલાડીઓ કબડ્ડી ખો ખો, વોલીબોલ અને એથ્લેટીક્સ રમતમાં ભાગ લેતા હોય છે પરંતુ આજે કોયડમ ગામની પ્રાથમિક શાળાની ધોરણ ૮ ભણતી વાલ્મિકી જયશ્રીબેન મહેશભાઈ અંડર ૧૪ બહેનો મહીસાગર જિલ્લા કક્ષા ક્રિકેટ સિલેક્શન ટ્રાયલમાં ટોપ 5 માં સિલેક્શન થયુ છે ખેલાડી અને તેમને તૈયાર કરનાર શિક્ષક મણીભાઈ અને તેના માતા - પિતાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સાથે ગ્રામ્ય વિસ્તારમાંથી ઈન્ટરનેશલ લેવલ કહી શકાય તેવા ક્રિકેટમાં પહેલ કરી જેને લઈને તાલુકામાં વિધાર્થીની ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.