ટેલીસ્કોપની મદદથી ગ્રહોની પરેડ નિહાળવાનો અવસર; ખગોળીય કાર્યક્રમનું આયોજન બોટાદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાશે - At This Time

ટેલીસ્કોપની મદદથી ગ્રહોની પરેડ નિહાળવાનો અવસર; ખગોળીય કાર્યક્રમનું આયોજન બોટાદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજાશે


પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ & ટેકનોલોજી,ગુજરાત સરકારના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ & ટેકનોલોજી,ગાંધીનગરના સહયોગથી શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ (ગુરુકુળ) સંચાલિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, બોટાદ કાર્યરત છે. લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદના કો.ઓર્ડીનેટર નિકુંજભાઈ પંડિત ના જણાવ્યા અનુસાર જીલ્લામાં અવારનવાર વિજ્ઞાન લક્ષી કાર્યક્રમ યોજવામાં આવે છે જે અનુસંધાને ખગોળીય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે.જે મુજબ તારીખ:- ૨૪-૨૫ જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ એક અદભુત ખગોળીય ઘટના બનવા જહી રહી છે જે ખગોળીય ઘટનામાં તમામ ગ્રહો એક હરોળ માં એટલે કે પરેડ કરતા જોવા મળશે તો આવો સૌ સાથે મળીને ટેલીસ્કોપ ની મદદથી આ ખગોળીય ઘટના નિહાળીને તેના સાક્ષી બનીએ. કાર્યક્રમનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,ગઢડા રોડ,બોટાદ ખાતે તારીખ ૨૪-૨૫ જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ સાંજે ૦૭:૦૦ વાગ્યે કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image