બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી તેમજ જિલ્લા પોલીસ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત બોટાદકર પ્રાથમિક શાળા નંબર 3 અને પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર 1 મા આંતરરાષ્ટ્રીય સાક્ષારતા દિવસ ની ઉજવણી કરવામાં આવેલ - At This Time

બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી તેમજ જિલ્લા પોલીસ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત બોટાદકર પ્રાથમિક શાળા નંબર 3 અને પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર 1 મા આંતરરાષ્ટ્રીય સાક્ષારતા દિવસ ની ઉજવણી કરવામાં આવેલ


(બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા દ્વારા)
ગુજરાત સરકાર દ્વારા દેશ ના તમામ નાગરિક સાક્ષર બને એ હેતુ સર સતત પ્રયત્નો કરે છે ત્યારે બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મન્સૂરી સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે. એફ. બાળોલિયા સાહેબ ના માર્ગદર્શન મુજબ પંડિત દિન દયાળ પ્રાથમિક શાળા નંબર 1 તેમજ બોટાદકર પ્રાથમિક શાળા નંબર 3 મા આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ના કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા વિદ્યાર્થીની બેહનો ને સાક્ષારતા અંગે માહિતી આપેલ તેમજ સાક્ષારતા અંગે પ્રશ્નોતરી કરવામાં આવેલ ઉપરાંત હાઇજીન અને પોષણ અંગે માહિતી આપેલ ત્યાર બાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા કાઉન્સેલિંગ અંગે ની સમજ દ્વારા સેન્ટર ની કામગીરી વિષે વિદ્યાર્થી ઓ ને વાકેફ કર્યા ઉપરાંત પોસ્કો એક્ટ,સોશ્યિલ મીડિયા મા પ્રાયવર્સી વિષે તેમજ બિન જરૂરી સોશ્યિલ મીડિયાનો ઉપયોગ ટાળવો દરેક બેહનો સંકટ સખી એપ્લિકેશન ફોનમાં ઇન્સ્ટોલ કઈ રીતે કરે તેના વિષે સમજ કેળવેલ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કાર્યરત શી ટીમ ના કર્મચારી ગોહિલ સુરપાલભાઈ દ્વારા વિદ્યાર્થી બેહનો ને વી.આર. સેટ પ્રેઝનટેશન દ્વારા મનોરંજન કરાવેલ જેમાં વી આર સેટમાં નિહાળેલ પ્રદર્શન વિષે વિદ્યાર્થી એ પોતાના અનુભવો શેર કરેલ તેમજ શી ટીમ ની કામગીરી વિષે સમજ કરેલ 181 અભયમ હેલ્પલાઇન ના કાઉન્સેલર જલ્પાબેન પરમાર દ્વારા 181 ની કામગીરી તેમજ 181 એપ્લિકેશન ના ઉપયોગ અને મદદ વિષે માહિતી આપેલ સખી વનસ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક છાયાબેન દ્વારા મહિલાઓ ને આશ્રય સબંધિત માહિતી આપવામાં આવેલ વુમન એમપાવર્મેન્ટ હબ ના સોલંકી હરેશભાઇ દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરી દ્વારા ચાલતી વાહલી દીકરી,વિધવા સહાય વગેરે યોજનાઓ વિષે માહિતી આપવા મા આવેલ મીનાઝબેન દ્વારા આભારવિધિ કરવામાં આવેલ બંન્ને શાળા ના આચાર્ય શ્રી દિલીપભાઈ ભલગામિયા તેમજ મહેન્દ્રભાઈ ભલગામિયા તેમજ શિક્ષકગણ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.