આયુષ્યમાન આરોગ્ય મંદિર ગોસા ખાતે યોજાયેલા આરોગ્ય નિદાન કેમ્પ માં ૨૫૦ દર્દીઓ એ લાભ લીધો.
ઉપસરપંચ પોલાભાઈ આગઠ ના સહયોગથી અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ગોસા ધ્વરા કરાયેલ આયોજન
તારીખ :-૧૯/૦૯/૨૦૨૪
પોરબંદર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભડના કાર્યક્ષેત્રના ગોસા(ઘેડ)ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર ગોસા ખાતે આરોગ્ય નિદાન કેમ્પ ગોસા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પો લાભાઈ આગઠ ના સહયોગ અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ગોસા દ્વારા તાજેતર માં યોજાવામાં આવ્યો હતો. જેમાં ૨૫૦ જેટલાં દર્દી ભગવાનોએ લાભ લીધો હતો.
ગોસા ઘેડ ગામમાં પ્રવેશતા મે ઈન રોડ પર આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર ગોસા ખાતે તાજેતરમાં યોજાયેલા આરોગ્ય નિદાન કેમ્પ માં નાક કાન ગળા, ગાયનેક, બાળરોગ, ડાયાબિટીસ તપાસ, બીપી ની તપાસ, લોહી તપાસ, સ્ત્રી રોગ, પ્રસુતિ તપાસ સહિતના રોગોનો નિદાન કેમ્પ ગોસા ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ પોલાભાઈ આગઠ ના સહયોગ થી અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ગોસા ધ્વરા યોજાવામાં આવ્યો હતો.
જેમાં ગોસા(ઘેડ), ટુકડા ગોસા, રાજપર (નવાગામ), કેશોદ (લુશાળા ), નરવાઈ મંદિર, ગોસાબારા, ભડ સહીત ગામોમાં ૨૫૦ જેટલાં ઉપસ્થિત દર્દી ઓના રોગોનું ફ્રી નિદાન પોરબંદર ના નામાંકિત નિષ્ણાંત ડોકટરો માં ર્ડો. સિદ્ધાર્થ જાડેજા( એમડી ફિઝિશિયન ), ડોક્ટર અમિત રાઠોડ(જે આર મેડિશન ), ડોક્ટર રામદે ઓડેદરા ( નાક કાન ગળાના નિષ્ણાત ), ડોક્ટર હીરાભાઈ કોડીયાતર (ગાયનેક ), ડોક્ટર વિધિ કડછા ( બાળ રોગ નિષ્ણાંત ), ડોક્ટર ભગીરથ રાતીયા ( એમબીબીએસ ), આયુષ મેડિકલ ઓફિસર ( આરબીએસકે ટીમ ), સહિતના ડોક્ટરે દર્દી ઓ ને તપાસી વિવિધ રોગીનું નિદાન કરી જારીરિયાત વાળા દર્દીઓ ને ફી દવા પણ આપવામાં આવી હતી.
આયુષ્યમાન મંદિર ગોસા ખાતે યોજાયેલા ફી આરોગ્ય નિદાન કેમ્પ માં તાલુકા હેલ્થ ઓફિસર ર્ડો. પિયુષ વાજા એ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ગામના ઉપ સરપંચ પોલાભાઈ આગઠ, સરપંચ વાઘાભાઈ કોડીયાતર, દેવદાસભાઈ લાખાભાઇ આગઠ,વેપારી અગ્રણી કારાભાઇ કાના ઓડેદરા.લીલાભાઇ દુદા આગઠ. દુદાભાઈ આગઠ. કરશનભાઇ લખમણ આગઠ, સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા CHO મહેશભાઈ જાડેજા,MPHW પ્રતાપભાઈ આગઠ દિનેશભાઈ જોશી સહીત આયુષ્યમાન આરોગ્ય મંદિર ગોસા સ્ટાફ ધ્વરા જહેમત ઉઠાવી નિદાન કેમ્પને સફળબનાવ્યો હતો.
રિપોર્ટર વિરમભાઇ કે
આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.