પિલોર પરથી પટકાતાં 27 વર્ષિય યુવાન નું મોત - At This Time

પિલોર પરથી પટકાતાં 27 વર્ષિય યુવાન નું મોત


શહેરનાં રેલનગર ચંદ્રશેખર આઝાદ ટાઉનશિપમાં રહેતો રોનક માકડિયા ગઈ કાલે મારવાડી યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં લોખંડના પિલોર પરથી પડી જતાં ઇજા થતાં મોત નિપજયું હતું. બનાવ પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
બનાવની વિગત મુજબ રોનકભાઈ હિતેશભાઈ માકડીયા (ઉ.વ.27, રહે. ચંદ્રશેખર આઝાદ ટાઉનશિપ, રેલનગર) નામનો યુવક ગઈ કાલ રાત્રીના બે વાગ્યાની આસપાસ મારવાડી યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં હતો. જ્યાં લોખંડના પિલોર પર બેઠો હતો ત્યારે અચાનક પીલોર પરથી પટકાયો હતો. અને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
બાદ તાકિદે યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં યુવકે દમ તોડી દેતાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃતક રોનક ડેકોરેશનનું કામ કરતો હતો. અને બે ભાઈમાં નાનો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.