માંગરોળ માં માં સંતોષી નગર માં વસતા એક બહેન તૃપ્તિ બહેન દેવેનભાઈ ડોડીયા દ્વારા શ્રી રામ પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવ નિમિતે નવતર આયોજનો
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે શ્રી રામ જન્મ સ્થાન પર શ્રી રામ મંદિર નો પ્રાણપ્રતિસ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે માંગરોળ નગર માં બાયપાસ પર આવેલી સોસાયટી માં એક સામાજિક ખુબજ નિસ્વાર્થ સેવાભાવી પરિવાર ના
શ્રીમતી તૃપ્તિ બહેન ડોડીયા દ્વારા નાના નાના બાળકો માં ધર્મ સંસ્કાર જાગૃતિ અર્થે ખુબજ સુંદર પ્રયાસો કરવામાં આવી રહયા છે. જેમાં તેમના સમગ્ર પરિવાર દ્વારા સાથ અને સહકાર પણ ખુબજ મળી રહ્યો છે
આ સેવાભાવી પરિવાર દ્વારા પોતાના ઘરે જ નિત્ય 22 તારીખ સુધી ઘર પર દરરોજ 15 મિનિટ પોતાના પરિવાર તેમજ સોસાયટી ના નાના નાના બાળકો સાથે શ્રી રામધૂન કરવા નું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે
આ સેવાભાવી પરિવાર નો નિવાસ માંગરોળ ના ગાયત્રી નગર સોસાયટી ની સામે ની સોસાયટી કે જે સંતોષી નગર સોસાયટી છે.ત્યાં આવીરીતે નિસ્વાર્થ ભાવે સત્કાર્યો કરવામાં આવી રહ્યું છે
આપરિવાર દ્વારા હિન્દુ ધર્મ ના દરેક ધાર્મિક તહેવારો ગણપતિ સ્થાપના,નવરાત્રી,જન્માષ્ટમી, રામનવમી સહિત દરેક તહેવારો ની ભાવભેર ઉજવણી નાના નાના બાળકો સાથે ખુબજ સુંદર આયોજન સાથે ઉજવવામાં આવે છે જે ખરેખર હિન્દૂ ધર્મ માટે એક સમાજને રાહ ચીંધતુ ખુબજ ઉત્તમ ઉદાહરણ છે
આપરિવાર દ્વારા એક મંત્ર અભિયાન શ્રી રામ મંત્ર નો જાપ નું લેખન નાના બાળકો તેમજ એમના પરિવાર જનો દ્વારા ઉત્સાહ થી આ અભિયાન ને પણ વધાવી લીધેલું છે
આ અભિયાન માં માંગરોળ માં જરૂરિયાત મંદ લોકો માટે અનેક સેવાકાર્યો જે ગ્રુપ દ્વારા ચલાવવામાં આવી રહયા છે એ વંદમાતરમ ગ્રુપ દ્વારા શ્રી રામ મંત્ર નો જાપ નું લેખન કરનારા લોકો ને પેપર પુરા પાડવા ની જવાબદારી પણ વંદેમાતરમ ગ્રુપ હાલ નિભાવી રહ્યું છે.
આ સેવાભાવી પરિવાર દ્વારા નિસ્વાર્થ ભાવે નાના બાળકો મા સંસ્કાર સાથે હિન્દૂ ધર્મ ની પૌરાણિક જાણકારી પણ બાળકો ને મળી રહે એવા પ્રયાસો આ દ્વારા કરવામાં આવી રહયા છે.
રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.