એમ.બી.અજમેરા અને ધોળકિયા એચ.પી.કે. હાઈસ્કૂલ વીંછિયામા હિન્દી દિનની ઉજવણી.
અજમેરા અને ધોળકિયા હાઈસ્કૂલમાં હિન્દી દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 9 થી 12ના વિધાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેની શરુઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી જેના શબ્દો... તેરી હૈ જમી તેરા આસમાં.. અને ત્યારબાદ વિધાર્થીઓ હિન્દીના ઉદ્દભવ - ઈતિહાસ જાણકારી મેળવે તેવી સરસ મઝાના વક્તવ્યની રજુઆત કરવામાં આવી હતી. વિધાર્થીનીઓ દ્વારા ડાન્સની જોરદાર રજૂઆત કરવામાં આવી હતી જેના શબ્દો... હિન્દી ભાષા રાષ્ટ્ર કી ભાષા... શાળાના આચાર્યશ્રીએ ફાધર વાલેસના ગુજરાતી ભાષા પ્રેમ અને દિલ્હીમાં રહી બોદ્ધ ધર્મના અભ્યાસ માટે હિન્દી ભાષા શીખતી ભારતીય સંસ્કૃતિમાં રંગાયેલી વિદેશી મહિલા જેવા ઉદાહરણ દ્વારા ભાષા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કર્યો હતો. આવી જ રીતે હિન્દી ભાષા ગીત, ડાન્સ, નાટક,વક્તવ્ય તથા (વિદ્યાર્થી દ્વારા સ્વરચીત ચિત્રો - હિન્દી લેખો દ્વારા શાળાના નોટિસ બોર્ડ સજાવી દેવામાં આવ્યા હતા.) જેવી સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમના સંચાલનથી લઈને આભાર વિધિ સુધી તમામ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે ઉત્તમ કામગીરી બજાવી હતી. માર્ગદર્શક શિક્ષકો અને વિદ્યાર્થીઓને શાળાનાં આચાર્યશ્રી દ્રારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
હિન્દી વિષય શિક્ષક ઈમરાનખાન પઠાણ સાહેબની યાદી જણાવે છે
રિપોર્ટર અશરફ મીરા સૈયદ વિંછીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.