સાબરકાંઠા જીલ્લાના DCG દ્વારા એલપીજી ગેસ લીકેજ અંતર્ગત ફાયર મોકડ્રિલ યોજાઈ - At This Time

સાબરકાંઠા જીલ્લાના DCG દ્વારા એલપીજી ગેસ લીકેજ અંતર્ગત ફાયર મોકડ્રિલ યોજાઈ


( રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)

સાબરકાંઠા જીલ્લાના DCG દ્વારા એલપીજી ગેસ લીકેજ અંતર્ગત ફાયર મોકડ્રિલ યોજાઈ*

સાબરકાંઠા જિલ્લાલ ક્રાઇસીસ ગૃપ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી તથા નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે હિંમતનગરના નવભારત એલ. પી.જી બોટલિંગ કુ , ગઢોડા ખાતે ઓફ સાઇટ ઇમરજન્સી ફાયર મોકડ્રિલ યોજાઈ હતી.
આ મોકડ્રીલમાં કારખાનાના પ્લાન્ટમાં એલપીજી ગેસ જેવા જ્વલંતશીલ તથા ઝેરી રસાયણનુ લીકેજ અને આગ લાગવાની જાણ થતા કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારી દ્વારા તેને કંટ્રોલમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ કંપની દ્વારા પરિસ્થિતિ કાબૂ બહાર જતાં આ ઇર્મજન્સીને “ ઓફ સાઇટ ઇર્મજન્સી “ જાહેર કરવામાં આવી તથા મદદ માટે ડીસ્ટ્રી કટ ક્રાઇસીસ ગૃપ (DCG) ના તમામ સભ્યોને ટેલીફોનીક જાણ કરતા યોગ્ય સમયગાળા સુધીમાં તમામ સરકારી તેમજ બિનસરકારી એજન્સીઓ જેવી કે, નગરપાલીકા ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ ડીપાર્ટમેન્ટ, વિવિધ MAH ફેકટરીઓના સેફટી ઓફીસર્સ વગેરે ઘટના સ્થળ પર પહોંચી આગને કાબુમાં લાવવા જરૂરી કામગીરી કરી હતી.
આ ઇર્મજન્સી દરમિયાન એલપીજીનું ગળતર થતા ત્યા કામ કરતા એક કામદારને ગેસ લાગતા તાત્કાલિક મેડીકલ સારવાર આપવામા આવી હતી. સૌના સહિયારા પ્રયાસથી આ ઇર્મજન્સીને કાબુમાં લાવી ઓલ કલીયર સિગ્નલ આપીને આ મોકડ્રીલને સફળતાપૂર્વક પુર્ણ જાહેર કરી હતી.
આ મોકડ્રીલમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર ગાંધીનગર,ડિઝાસ્ટર મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પુરાવઠા વિભાગના પ્રતિનિધિશ્રી સહિત ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ પોલીસ વિભાગના અમલીકરણ અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આબીદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.