લીલીયા ના જાત્રોડા ગામે D.D.O અને ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં ગ્રામસભા યોજાઈ - At This Time

લીલીયા ના જાત્રોડા ગામે D.D.O અને ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં ગ્રામસભા યોજાઈ


લીલીયા તાલુકાના જાત્રોડા ગામે બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી જન્મ જયંતી નિમિત્તે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ જેમાં ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલ ગ્રામસભામાં વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તથા જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા સાહેબ ની ઉપસ્થિતિમાં સુંદર ગ્રામસભા નું આયોજન કરવામાં આવેલ જેમાં સ્વચ્છતા લક્ષી યોજનાઓ અંગે લોક જાગૃતિ ફેલાવવાના આશય સાથે સુનિયોજિત ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં લીલીયા તાલુકા વિકાસ અધિકારી કે.જે.આચાર્ય દ્વારા ગ્રામસભામાં ગ્રામજનોને લોક ઉપયોગી યોજનાઓ તથા સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની વિવિધ કલ્યાણકારી યોજના અંગે લોકોને સજાગ કરવામાં આવેલ સાથે સાથે સ્વચ્છતા,વ્યસનમુક્તિ,સહી પોષણ દેશ રોશન,અંગે આવેલ મહાનુભાવો દ્વારા ગ્રામસભા માં ઉપસ્થિત ગ્રામ જનો ને શપથ ગ્રહણ કરાવવામાં આવેલ સાથે સાથે જાત્રોડા ગામે આવેલ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા તેમજ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ આ તકે ભાજપ અગ્રણી ભીખાભાઈ ધોરાજીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી,સરપંચ સુખાભાઈ જોગરાણા,D.H.O સિધપુરા,I.C.D.S ડિમ્પલબેન, જીવનભાઈ બારૈયા, મુકેશભાઈ ધાનાણી,જયંતીભાઈ ધાનાણી, આચાર્ય ભાવેશભાઈ જાદવ, એસ.ઓ.રુક્સાનાબેન,મંત્રી ભડકોલીયા સહિતના ગ્રામ પંચાયત સદસ્યો અધિકારીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image