વિસાવદર ના કાલસરી ગામેગૌવચર જમીનહડપ કરનાર ભુમાફિયા ઉપર અધિકારી અનેપદધિકારીઓની રહેમ નજર - At This Time

વિસાવદર ના કાલસરી ગામેગૌવચર જમીનહડપ કરનાર ભુમાફિયા ઉપર અધિકારી અનેપદધિકારીઓની રહેમ નજર


વિસાવદર ના કાલસરી ગામેગૌવચર જમીનહડપ કરનાર ભુમાફિયા ઉપર અધિકારી અનેપદધિકારીઓની રહેમ નજર વિસાવદર ના કાલસરી ગામે અંદાજે 3200વિધા જેટલી ગૌવચર જમીન આવેલ છે ત્યારે કાલસરી ગામના માલધારી ઓ દ્વારા છેલ્લા 8વર્ષ થી પોતાના માલઢોર ને ચરીયણ માટે ગૌવચર છૂટું કરાવવા માટે મહેનત કરતા હોય માલધારી ઓ પોતાના માલઢોર સાથે ટીડીઓ તેમજ મામલતદાર ઓફિસે અવાર નવાર આંદોલન કરેલ ત્યારે જૂનાગઢ કલેકટર દ્વારા ડીએલ આર ને ગૌવ ચર જમીન ની માપણી કરીને હદ નિશાન કરવા નો લેખિત હુકમ કરેલ ત્યારે તારીખ 09/08/2023ના રોજ ડીએલઆર દ્વારા કાલસરી ગૌવચર ની જમીન ની માપણી ચાલુ કરેલ તેને આજે એકવર્ષ થયું છતાં પણ ડીએલ આર પોતાની કામગીરી પુરી કરેલ નથી અમુક જગ્યા ઉપર માપણી કરીને હદ નિશાન કરેલ તે હદનિશાન ભુમાફિયા દ્વારા ફેરવીને પાછુ ગૌવચર જમીનમા વાવેતર કરીદીધું છે ત્યારે આબાબત ની રજુવાત માલધારી ઓ દ્વારા ટીડીઓ તેમજ વિસાવદર પ્રાંત અધિકારી ને કરતા વિસાવદર પ્રાંત અધિકારી દ્વારા તારીખ 10/07/2024ના રોજ કાલસરી ગામે ગૌવચર જમીન ઉપર પેસ્કદમી કરનાર આસામીઓને પોતે જાતે ગૌવચર જમીન ઉપર ની પેસ્કદમી હટાવી લેવા માટે દિવસ 15ની છૂટ આપેલનહિતર પેસ્કદમી કરનાર આસામી ઉપર લેન્ડગ્રેબીગ હેઠળ કાર્ય વાહી કરવાની લેખિત સૂચના હોવા છતાં કાલસરી ગામના સરપંચ તેમજ તલાટી દ્વારા માત્રકાગળ ઉપર કામગીરી બતાવવા માટે ગૌવચર ઉપર પેસ્કદમી કરનાર આસામી ઓને નોટિસ આપીને સંતોષ માનીલીધેલ મીડિયા દ્વારા કાલસરી સર્વ નમ્બર 98તેમજ 126સર્વ નમ્બર ઉપર રૂબરૂ મુલાકાત લેતા વહીવટી તંત્ર ની તેમજ ગ્રામપંચાયત ની નોટિસ ના જાણે ધજીયા ઉડ્યા હોયતેવું દેખાય આવેલ ગૌવચર ભુમાફિયા ને નોટિસ આપ્યા ને 30દિવસ ઉપર સમય વહીજવા છતાં ગ્રામપંચાયત કે વહીવટી તંત્રદ્વારા કોઈનક્કર પગલાં ભરવામાં નહીં આવતા ગૌવચર ભુમાફિયા ને જાને છુટ્ટોદોર મળેલ હોય તેમ માલધારી ઓ પોતાના પશુધન લઈને ગૌવચર જમીન મા જતાહોય ત્યારે ભુમાફિયા દ્વારા ચોરકોટવાલ ને દન્ડે તેમ માલધારી ઓ ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાટે પોલીસ ફરિયાદ કરવામાં આવેછે અને માલધારી ઓને લીગલપ્રોસિજર માંથી પસાર થવું પડે છે પરંતુ ભુમાફિયા ઉપર અધિકારી ઓ અને પદાધિકારીઓના ચારહાથ હોય ત્યારે માતેલા સાંઢની જેમ ગૌવચાર જમીન માપેસકદમી આગળ વધારેજ જાયછે ત્યારે માલધારીઓ દ્વારા મીડિયા સામે જોગૌવચર જમીન તારીખ 12/09/2024સુધીમાં છૂટી કરવામાં નહીં આવેતો ફરિપાછા આંદોલન ના મંડાણ કરવાની ચીમકી માલધારી ઓ દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.