ગાંધીભૂમિ નશા મુકત.. !!
ગાંધીભૂમિ નશા મુકત.. !!
750 લીકર પરમીટ રદ..
પોરબંદર જિલ્લામાં કુલ 2150 જેટલી લીકર પરમીટ હતી તેમાં 750 લોકોએ પરમીટ રીન્યુ નહીં કરાવતા રદ થયાની ચર્ચા
■ રીન્યુનો અંદાજે ખર્ચ રૂા. 40,000 જેવો થતા હવે કોઇને પરવડતુ નથી
પોરબંદર@ખબર
ગાંધીના ગુજરાતમા દારૂબંધી હોવા છતા દારૂની રેલમછેલ જોવા મળે છે. ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમા પણ પ્રોહિબીશનના ગુન્હા નોંધાય છે તો આરોગ્ય માટે સરકાર દ્વારા લીકર પરમીટ આપવાવામા આવે છે. પોરબંદર જીલ્લામા કુલ 2150 જેવી દારૂની પરમીટ હતી તેમાંથી 750 જેટલી પરમીટ રદ થઇ હોવાનુ કેહવાય છે. આ લીંકર પરમિટ ધારકોએ પરમીટ રીન્યુ નહીં કરાવતા આ પરમીટ રદ થયા હોવાનું કહેવાય છે કારણે રીન્યુનો ચાર્જ વધી જતા પરમીટ ધારકોને હવે આ ખર્ચ પરવડતો નહીં હોવાનું કહેવાય છે. દારૂબંધી હોવા છતા દેશી-વિદેશી દારૂનુ વહેંચાણ થાય છે અને પોલીસ દ્રારા પ્રોહિબીશનના ગુન્હા નોંધવામાં આવે છે. આરોગ્ય માટે સરકાર દ્વારા લીંકરની પરમીટ આપવામા આવે છે. સરકારના નિયમ અનુસાર આ પરમીટ આપવામા આવે છે.
અત્યાર સુધી લીંકર પરમીટનો ચાર્જ નજીવો હતો પરંતુ છેલ્લા બે વર્ષથી નવી લીંકર પરમીટ અને રીન્યુ પરમીટના ચાર્જમા વધારો કરવામા આવ્યુ છે . નવી પરમીટ માટે અંદાજે 44 હજાર જેવો ખર્ચ થાય છે. જયારે રીન્યુ માટે 40 હજાર જેવો ખર્ચ થાય છે. જેને કારણે મોટાભાગના પરમીટ ધારકોએ રીન્યુ કરવાનુ ટાળ્યુ છે. સુત્રોમાંથી મળતી મહિતી મુજબ પોરબંદર જીલ્લામાં છેલ્લા એક થી દોઢ વર્ષમા 750 જેટલી લીંકરની પરમીટ રીન્યુ નહી કરાવતા રદ થઇ છે. પોરબંદર જીલ્લામા કુલ 2150 જેટલી લીંકર પરમીટ હતી તેમાંથી 750 જેટલી પરમીટ રીન્યુ થઇ નથી જેને કારણે હાલ હવે પોરબંદર જીલ્લામા 1400 જેવી લીંકર પરમીટ રહી હોવાનુ જાણવા મળી રહ્યુ છે . અને દર બે ત્રણ મહિને નવી લીંકટર પરમીટ માટેની અરજી આવે છે. આ રીતે પોરબંદર જીલ્લો નશામુકત તરફ આગળ વધી રહ્યો કે પછી બજારમાંથી સરળતા પૂર્વક તેમની જરૂરીયતા સંતોષાઈ છે. તેને લઈ પણ ચર્ચા જોવા મળી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.