શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી, 'રામપાતર' અને ગાયોની પાણી પીવાની કુંડી બારે મહિના નિઃશુલ્ક વિતરણ - At This Time

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી, ‘રામપાતર’ અને ગાયોની પાણી પીવાની કુંડી બારે મહિના નિઃશુલ્ક વિતરણ


શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી, 'રામપાતર' અને ગાયોની પાણી પીવાની કુંડી બારે મહિના નિઃશુલ્ક વિતરણ.

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી , રામપાતરનું છેલ્લા સાત વર્ષથી, બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. ગૌમાતા, પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇન તથા અર્હમ ગ્રૂપના સંયુકત ઉપક્રમે સીમેન્ટની મોટી કુંડી (સાઇઝ આશરે ૨ ફૂટ બાય ૧.૫ ફુટ, વજન આશરે 25 કિલો) જીવદયા પ્રેમીઓને બારે મહિના વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. ઘર આંગણે, વિસ્તારમાં કુંડી રાખી દરરોજ સફાઇ કરી, બારે મહિના ચોખ્ખુ પાણી ભરી આ કાર્યમાં પુણ્યના ભાગીદાર બની શકાય છે. "વહેલા તે પહેલા" ના ધોરણે વિનામલ્યે, નિયમાનુસાર, વ્યકિત દિઠ એક કુંડી મળશે (પોતાના વાહનમાં લઇ જવાની રહેશે). કુંડી મેળવવા માટે મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મોઃ૯૯૯૮૦૩૦૩૯૩) પર સંપર્ક કરવો. રાજકોટના વિવિધ વિસ્તારોના લોકોને આ વિસ્તારનો લાભ મળે તે માટે વિવિધ વિસ્તારોમાં પણ ચકલીના માળા, પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે.

દરરોજ વિતરણ (૧) એનીમલ હેલ્પલાઈન, મિતલ ખેતાણી, 'જનપથ', તપોવન સોસાયટી ૨ નો ખૂણો, સરાઝા બેકરીની બાજુમાં, અક્ષર માર્ગ, રાજકોટ, (૨) 'સત્યમ', ૩-ટાગોરનગર, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ સામે, કાલાવડ રોડ, રાજકોટ (૩) કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન વેટરનરી હોસ્પિટલ, જૂની શ્રીજી ગૌશાળા, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, ક્રિષ્ના પાર્ક હોટલવાળો સર્વિસ રોડ, ગોંડલ રોડ, રાજકોટ (૪) શેણી મેમોરીયલ ટ્રસ્ટ, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હોસ્પિટલ, ન્યુ શ્રેયસ સ્કૂલની બાજુમાં, નાગેશ્વર પાર્શ્વનાથની સામેનો રોડ, જામનગર રોડ, રાજકોટ ખાતેથી થઈ રહયું છે. સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, રમેશભાઇ ઠકકર, પ્રતિક સંઘાણી, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા તથા અર્હમ યુવા સેવા ગ્રુપના તુષારભાઈ મહેતા, સેતુરભાઈ દેસાઈ, ચેતનભાઈ મહેતા, જીમ્મીભાઈ શાહ, નિરવભાઈ અજમેરા તેમજ ટીમ જહેમત ઉઠાવી રહી છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.