ઉતરાયણ ના તહેવારને લઈ માળીયા હાટીના પોલીસ દ્વારા પતંગો વેચાણ કરતા સ્ટોલ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તેમજ પતંગ વિસ્તરણ કરવામાં આવ્યું - At This Time

ઉતરાયણ ના તહેવારને લઈ માળીયા હાટીના પોલીસ દ્વારા પતંગો વેચાણ કરતા સ્ટોલ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તેમજ પતંગ વિસ્તરણ કરવામાં આવ્યું


માળીયા હાટીના પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમ થી સાવધાન રહેવા મધ્ય વર્ગના લોકોને પતંગો આપી લોકોને માહિતગાર કર્યા હતા.

મકરસંક્રાંતિના તહેવારને લઈને પતંગોની વહેંચણી કરી જનજાગૃતિ સંદેશ ફેલાવવા માળીયા હાટીના પોલીસ દ્વારા માહિતગાર કર્યા હતા

હાલ સોશિયલ મીડિયાના જમાનામાં સાઇબર ક્રાઇમ જેવા વધતા બનાવોને ગુન્હા અટકાવવા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે માળીયા હાટીના પોલીસ દ્વારા અનોખો પ્રયોગ

માળીયા હાટીના પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું માળીયા હાટીનાની જુદી જુદી જગ્યાઓ પર પતંગો વેચાણ માટે વેપારી ઓ દ્વારા અલગ અલગ જગ્યાએ સ્ટોલો ઉભા કરવામાં આવ્યા છે ત્યારે માંગરોળ ડીવાયએસપી કોડીયાતર માંગરોળ તથા પીએસઆઈ એસ.આઇ.સુમરા ના માર્ગદર્શન હેઠળ આજરોજ માળીયા હાટીના પોલીસ સ્ટેશન દ્વારા શહેરની જુદી જુદી જગ્યાઓ પર પોસ્ટરો લગાવી ઉતરાયણના તહેવારમાં ચાઈનીઝ માન્જા અને ગ્લાસ કોર્ટ દોરીનો ઉપયોગ ન કરવો જેથી કરીને વ્યક્તિઓ અને પક્ષીઓ માટે આ દોરો ખૂબ જ હાનિકારક અને જોખમી હોય છે તેનો ઉપયોગ કરવો સજાપાત્ર ગુનો બને છે તે હેતુથી માળીયા હાટીના પોલીસ દ્વારા શહેરની અલગ અલગ સ્ટોલ ઉપર પણ જઈ ચેકિંગ હાથ ધરાયું હતું અને સ્ટોલ માલિકોને જાણકારી આપી સજાગ કરવામાં આવ્યા હતા તેમજ આ ઉતરાયણ ના તહેવાર નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માળીયા હાટીના પોલીસ હાલ તત્પર છે તેવું યાદીમાં જણાવવામાં આવ્યું હતું

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image