રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૮મી સપ્ટેમ્બરે “ફ્ન સ્ટ્રીટ”માં વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે.
રાજકોટ શહેર તા.૧૫/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરમાં યોજાનાર નેશનલ ગેમ્સની હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સના અનુસંધાને લોકોમાં અવેરનેસ કેળવાય તેવા હેતુથી મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ-ચિત્રનગરી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સાથ સહકારથી આગામી તા.૧૮/૯/૨૦૨૨ ને રવિવારના રોજ સાંજે ૫ થી ૭ વાગ્યા દરમ્યાન બાલભવનથી સ્વિમિંગ પૂલ સુધી ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમયે લંગડી, કોથળા દોડ, લીંબુ ચમચી, બોલ ઈન ધ બાસ્કેટ, મ્યુઝિકલ ચેર અને નેશનલ ગેમ્સ સ્પર્ધાની થીમ ઉપર ડ્રોઈંગ સ્પર્ધા રાખવામાં આવી છે જેમાં પ્રથમ ત્રણ વિજેતા ને ઈનામ આપવામાં આવશે. જે લોકો આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય તે મો.ન.૯૨૨૮૦૯૦૮૯૫ ઉપર શનિવાર સાંજે ૫ વાગ્યા સુધી માત્ર WHATSAPP પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે, ફોન કરવો નહીં. ફન સ્ટ્રીટમાં ઉમટી પડવા રાજકોટવાસીઓને અપીલ કરવામાં આવે છે. મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ-ચિત્રનગરી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સાથ સહકારથી છેલ્લા ૭ વર્ષથી દર રવિવારે સવારે ૭ થી ૯ વાગ્યા દરમ્યાન રેસકોર્સ બાલભવનથી સ્વિમિંગ પુલ સુધી "ફન સ્ટ્રીટ"નું આયોજન કરવામાં આવે છે. આજની ભાગદોડ વાળી જિંદગી અને મોબાઈલનાં વળગણવાળી દુનિયામાંથી લોકો બહાર આવી શકે તે હેતુસર આ ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવેલ છે. આ ફન સ્ટ્રીટમાં રોડ ઉપર આશરે ૧૫૦૦ થી ૨૦૦૦ લોકો અલગ-અલગ રમતો જેવી કે લંગડી, રસ્સા ખેંચ, લખોટી, ભમરડા, ચેસ, કેરમ, રાસ ગરબા, સાપ સીડી, બાળકો માટે ક્રિકેટ, રંગોળી, લુડો વગેરે રમતો રમતા જોવા મળે છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.