ભારતીય સમાજ સુધારક અને ભૂદાન ચળવળના પ્રણેતા શ્રી વિનોબા જન્મ જયંતી - At This Time

ભારતીય સમાજ સુધારક અને ભૂદાન ચળવળના પ્રણેતા શ્રી વિનોબા જન્મ જયંતી


ભારતીય સમાજ સુધારક અને ભૂદાન ચળવળના પ્રણેતા શ્રી વિનોબા ભાવેનો જન્મ 11 સપ્ટેમ્બર, 1895ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ ક્ષેત્રમાં આવેલું ગાગોડા ગામમાં થયો હતો.આચાર્ય વિનોબા ભાવેનું મૂળનામ શ્રી વિનાયક નરહરી ભાવે હતું. તેમને ભારતના રાષ્ટ્રીય અઘ્યાપક અને મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી
માનવામાં આવે છે.
શ્રી વિનોબા ભાવેએ મહાત્મા ગાંધીજીને પોતાના ગુરૂ માની લીધા હતા કારણ કે તેઓ
ગાંધીજીના રાજનૈતિક અને આધ્યાત્મિક વિચારોથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.
આચાર્ય વિનોબા ભાવે દ્વારા ભૂદાન ચળવળ શરૂ કરવામાં આવ્યું હતું. જે એક સ્વૈચ્છિક જમીન સુધારણા આંદોલન હતું. ૮ વર્ષ 1983માં તેમને ભારત સરકાર દ્વારા ‘ભારત રત્ન’ (મરણોત્તર) થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ષ 1958માં રેમન મેગ્સેસે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભૂદાન ચળવળ અથવા ભૂદાન આંદોલન:-
1951 માં, વિનોબા ભાવેએ તેલંગાણાના હિંસાગ્રસ્ત ક્ષેત્રમાંથી શાંતિ અભિયાન શરૂ કર્યું. 18 એપ્રિલ, 1951 ના રોજ પોચામ્પલ્લી ગામના હરિજનોએ તેમને જીવન નિર્વાહ માટે લગભગ 80 એકર જમીન પૂરી પાડવાની વિનંતી કરી. વિનોબાએ ગામના જમીદારોને આગળ આવવા અને હરિજનોને બચાવવા કહ્યું. દરેકના આશ્ચર્યની વાત એ છે કે એક જમીંદાર ઉભો થયો અને પોતાની જમીનમાંથી જરૂરી જમીન દાનમાં આપી દીઘી. આ ઘટનાએ બલિદાન અને અહિંસાના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો. આ ભૂદાન (જમીનની ભેટ) ચળવળની શરૂઆત હતી. આ આંદોલન તેર વર્ષ સુધી ચાલુ રહ્યું અને વિનોબાએ દેશની લંબાઈ અને પહોળાઈમાં કુલ 58741 કિમીનું અંતર કાપ્યું. તેમણે લગભગ 4.4 મિલિયન એકર જમીન એકત્રીત કરી, જેમાંથી આશરે ૧.3 મિલિયન ગરીબ ભૂમિહીન ખેડૂતોમાં વહેંચવામાં આવી.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
લેખન :
આ. સી પ્રો ડૉ સચિન જે પીઠડીયા
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.