ડભોઇ નજીક સાઠોદ પાસેની કેનલની સાફ-સફાઈ ન કરતા ખેડૂતો ત્રાહીમામ
( નિમેષ સોની,ડભોઇ)
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં નર્મદા નિગમ દ્વારા માઇનોર અને સબ કેનાલોમાં સાફ સફાઈનો આભાવ જોવા મળ્યો છે.જેમ કે ડભોઇ તાલુકાના
સાઠોદ પ્રા શાખા નહેર સાંકળ ૩૧૦૦ મીટર પાટિયામાં જાળીઝાખર
ઊંઘી નીકળતા તેમજ વિવિધ જગ્યાએ કેનાલોની સાફ-સફાઈ નો આભાવ જોવા મળ્યો હતો. આ કેનાલમાં ગાંડા બાવળીયા તેમજ મુખ્ય કુંડીમાં ઢગલાબંધ કચરો હોવાને કારણે આગળ પાણી જઈ શકતું નથી જેથી સાફ-સફાઈ કરવા ખેડૂતો દ્વારા માગ ઉઠવા પામી છે.
ડભોઇ તાલુકામાં ખેતી માટે પાણી પૂરું પાડવા માટે નર્મદા નિગમ દ્વારા માઇનોર અને સબ કેનેલો ઉભી કરવામાં આવી છે. આ કેનાલો દ્વારા ખેડૂતોને ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવે છે .પરંતુ છેલ્લા કેટલાક સમયથી સાઠોદ પ્રા શાખા અનહેર સાકર ૩૧૦૦ મીટર નહેર અને કુંડીમાં કચરાના ઢગલાને કારણે પાણી આગળ જઈ શકતું નથી .જેથી ખેડૂતોને ખેતી માટે પાણી લેવામાં ઘણી તકલીફો ઉભી થતી હોય છે. કેનલની અંદર અને ઉપર ગાડા બાવળિયા અને જાળીઝાખર ઊંઘી નીકળ્યા છે. જેને કારણે ખેડૂતોને ખેતી માટે સમયે પાણી મળતું નથી. વહેલી તકે તંત્ર આ તકલીફો દૂર કરે તેવી ખેડૂતોની પ્રચંડ
માંગ ઉઠવા પામી છે. લીકેજના કારણે આગળ પાણી જતું નથી વહેલી તકે સાફ-સફાઈ કરવામાં આવે અને લીકેજ બંધ કરવામાં આવશે તો જ ખેડૂતો સુધી આ પાણી પહોંચી શકશે.ખેડૂત પધ્ધતિ સર ખેતી કરી શકે.
9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.