લીલીયા મોટામાં જેટિંગ મશીન આવતા કરાયું સ્વાગત
લીલીયા મોટા ની જનતા છેલ્લા ઘણા વર્ષથી ગટર સફાઈ બાબતે અવારનવાર લીલીયા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ગામના જાગૃત નાગરિક રસિકભાઈ પંકજ પાંન વાળા, તાલુકા ભાજપ પ્રમુખ ભનુંભાઈ ડાભી,જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ ભાઈ દુધાત,ભીખાભાઈ ધોરાજીયા, ગીતાબેન કાનજીભાઈ નાકરાણી,સહિતના ગ્રામજનો દ્વારા અનેક રજૂઆતો આંદોલનો કરવામાં આવેલ હોય ત્યારે જેમના ફળ સ્વરૂપે આજરોજ લીલીયા ગ્રામ પંચાયતને જેટિંગ મશીન મુખ્યમંત્રી દ્વારા અર્પણ કરવામાં આવેલ આ જેટિંગ મશીનમાં 10% જિલ્લા પંચાયતની ગ્રાન્ટ 42.60.000/-હજાર નું નવું જેટિંગ મશીન આજ રોજ લીલીયા ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ વોરા ને વિધિવત રીતે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અર્પણ કરવામાં આવેલ હોય જેમનું લીલીયા ગામ ખાતે સૌ પ્રથમ લીલીયા મોટા વડવાળા હનુમાન મંદિર ખાતે જેટિંગ મશીનનો ફટાકડા ફોડી અને પુષ્પ વર્ષા કરી સ્વાગત કરાયેલ ત્યારબાદ હનુમાન દાદા ના ચરણોમાં શ્રીફળ વધેરી અને ત્યાંથી રામજી મંદિર ખાતે જેટિંગ મશીન લઈ જવામાં આવેલ ત્યાં કિશોરભાઈ ભગવતી વાળા દ્વારા પેંડા ખવરાવી મો મીઠા કરાવેલ અને ત્યાં ઉપસ્થિત ગ્રામજનો વેપારીઓ દ્વારા જેટિંગ મશીન ને ફૂલડે થી વધાવવામાં આવેલ હોય ત્યારે લીલીયા ના સરપંચ દ્વારા જેટિગ મશીન બાબતે સાંસદ ભરતભાઈ સુતરીયા,ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જિલ્લા વિકાસ અધિકારી અને સ્થાનિક તાલુકા પંચાયત ના કર્મચારી ઓનો પણ આભાર માનેલ આ તકે લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમભાઈ વિછીયા જીગ્નેશ સાવજ ઉપસરપંચ વિજયભાઈ શેખલીયા,કેપ્ટન ધામત પરીનભાઈ સોની,પરેશ પહાડા,કમલેશ બાપુ,કાનજીભાઈ નાકરાણી, ઘનશ્યામભાઈ મેઘાણી તેમજ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી ગઢવી ભાઈ ગ્રામ પંચાયતના સદસ્યો અને વેપારીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગ્રામ પંચાયતના ઉપ સરપંચ વિજય શેખલીયા,રૂપેશ ભરવાડ રવજીભાઈ વઘેડીયા,ચોકત ભાઈ,હરિભાઈ,કલ્પેશ ડાભી,સહિતના ગ્રામ પંચાયત સદસ્યોએ જહેમત ઉઠાવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.