સાચું હોય તો શરમ જનક અમરેલી લોકસભા ટીકીટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ દાવેદારને ટિકિટ ન મળતાં અમરેલીમાં ભાજપનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બંધ - At This Time

સાચું હોય તો શરમ જનક અમરેલી લોકસભા ટીકીટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ દાવેદારને ટિકિટ ન મળતાં અમરેલીમાં ભાજપનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બંધ


અમરેલી લોકસભા ટીકીટ આપે તો લડવી છે નહિતર નડવી તો છે જ

દાવેદારને ટિકિટ ન મળતાં અમરેલીમાં ભાજપનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બંધ

ભાજપના ઉમેદવાર જાહેર થયા પહેલા દાવેદારે કાર્યાલય ચાલુ કરી દીધુ હતું પરંતુ પોતાને ટિકિટ ન મળતાં ઝંડા સંકેલી લીધા

અમરેલી લોકસભાની બેઠક પર જેમની ભારતીય જનતા પાર્ટીની ટિકિટ માટે પ્રખર દાવેદારી હતી તે નેતાએ તેમને ટિકિટ ન મળતાં મધ્યસ્થ કાર્યાલયનો સંકેલો કરી લીધાની ઘટના બની છે ઉમેદવારી જાહેર થાય તે પહેલા જ આ કાર્યાલય શરૂ થઇ ગયું હતું. પરંતુ ટિકિટ ન મળતાં મધ્યસ્થ કાર્યાલયનો તેમણે સકલો કરાવી લીધો હતો.
લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ ચુટણીના એક દાવેદાર નેતા દ્વારા આ માડવો નાખી અને કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતુ પરંતુ આ નેતાને ટીકીટ નહિ મળતા શરૂ કરવામાં આવેલ કાર્યાલય નો માંડવો કઢાવી નાખવામાં આવતા કાર્યકરોમા ચર્ચાએ ભારે જોર પકડયુ છે. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, અમરેલી ખાતે જિલ્લાનાં ટોચનાં આગેવાનોની
ઉપસ્થિતિમાં ૨૩ જાન્યુઆરીનાં રોજ લોકસભા ચૂંટણીનાં મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યા બાદ છેલ્લા ૨ મહિનાથી કાર્યાલય ઉપર કાર્યકરોની અવરજવર નહીવત હતી.દરમિયાનમાં ગઈકાલે સાંજનાં અચાનક રીતે કાર્યાલયમાં લાગેલ મંડપ, બેનરો, પડદા દૂર કરવામાં આવતાં શહેરમાં નવીચર્ચા શરૂ થઈ છે કે ભાજપનાં ઉમેદવારનાં નામની જાહેરાત થયા બાદ ભાજપનાં અમુક આગેવાનોમાં ઉભી થયેલ નારાજગીનો ભોગ ચૂંટણી કાર્યાલય બન્યું છે. જો કે ભાજપ કાર્યાલય તરફથી થી જણાવાયું છે કે, કાર્યાલયમાં નવી સુવિધા ઉભી કરવાની હોવાથી જુના પડદા, મંડપ દૂર કરવામાં આવ્યા છે. જો કે હકીકત એ છે કે ભાજપનાં ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ જિલ્લાનાં ભાજપી આગેવાનો અને કાર્યકરોમાં સન્નાટો છવાયો હોય જુથબંધી હોવાનું સ્પષ્ટ સાબિત થતું જાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે એક નેતા ટીકીટ ના દાવેદાર હતા અને તેમણે આ મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવા માટે ભીડભંજન વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવા માટે મંડપ નાખી અને કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ આ નેતાને ટીકીટ ટીકીટ નહિ મળતા આ મંડપ કાઢી નાખવામાં આવ્યા તેવી ચર્ચા એ ભારે જોર પકડયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.